728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

આ ગરમીમાં ઘરે બનાવો ORS
20

આ ગરમીમાં ઘરે બનાવો ORS

ડિહાઇડ્રેશન દરમિયાન વ્યક્તિને ફરી ઊર્જાવાન બનાવવા માટે ORS ખૂબ જ મદદ કરે છે પરંતુ વ્યવસાયિક રીતે વેચાતા ORSમાં ગ્લુકોઝ-સોડિયમનું યોગ્ય પ્રમાણ નથી હોતું. આમ, નિષ્ણાતો, ORS ખરીદતા પહેલા તેનું લેબલ વાંચવા પર ભાર મૂકે છે

જ્યારે પણ તમે કેમિસ્ટની દુકાનમાંથી ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એટલે કે ORS ખરીદો ત્યારે તેનું લેબલ વાંચવાનું ભૂલશો નહીં. તેનું ઉત્પાદન WHO દ્વારા નિર્ધારીત ફોર્મ્યુલા મુજબ કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસો. ડીહાઇડ્રેશન માટે ORSના નામે વેચાતા એનર્જી ડ્રિંકના વ્યાપક માર્કેટિંગને કારણે, લોકો વારંવાર એવું માનતા હોય છે કે ગંભીર ઝાડા અને થાક માટે આ ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના લોકો લેબલ વાંચ્યા વગર જ ડિહાઇડ્રેશન માટે પ્રચલિત અને જેની વારંવાર જાહેરાત થાય છે તેવા એનર્જી ડ્રિંક્સ લેવાનું પસંદ કરે છે. આ ઉત્પાદનો વ્યક્તિની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે ORS અને તેના નામથી વેચાતા એનર્જી ડ્રિંક વચ્ચે કેવી રીતે તફાવત કરવો તે સમજવું જરૂરી છે.

ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન શું છે?

ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન એ ખાંડ અને ઈલેક્ટ્રોલાઈટ સોલ્યુશન છે જે ડિહાઈડ્રેશન, ઝાડા અને ઈન્ફેક્શન દરમિયાન થતા ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને સામાન્ય કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ORSની શોધ કેવી રીતે થઇ?

વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા આ સરળ અને અસરકારક ઉપાયનો સૌ પહેલો ઉપયોગ બાંગ્લાદેશની સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો જ્યાં વર્ષ 1971માં શરણાર્થી શિબિરોમાં કોલેરા ફાટી નીકળ્યો હતો અને જે શિશુઓ અને નાના બાળકોના મૃત્યુનું ગંભીર કારણ બન્યો છે. ભારતીય બાળરોગ નિષ્ણાત, કોલકત્તાના ડૉ. દિલીપ મહાલનાબીસએ એક સરળ ઉપાય શોધ્યો અને ડાયરિયાના રોગોની સારવાર માટે ઓરલ રિહાઈડ્રેશન થેરાપીની પહેલ કરી જેના કારણે લાખો લોકોના જીવન બચ્યા

ORS કેવી રીતે કામ કરે છે?

ORS, યોગ્ય મિશ્રણ અથવા પ્રમાણમાં મીઠું અને ખાંડ ધરાવતું એક સરળ પીણું છે જે મુખ્યત્વે ઝાડાના કારણે થતા ડિહાઇડ્રેશનની સારવાર માટે અપાય છે. ચેન્નઇની પ્રશાંત હોસ્પિટલ્સના ઇન્ફેક્શન ડિસીઝના ડૉ. અનંથા કૃષ્ણન જણાવે છે કે, “જ્યારે તમને ઝાડા થાય છે, ત્યારે તમે તમારા આંતરડામાંથી સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ જેવા મિનરલ્સ ખૂબ જ ઝડપથી ગુમાવો છો. ઘટી ગયેલા સોડિયમ અને ગ્લુકોઝને વધારવા માટે, ORS આપવામાં આવે છે” તે વધુમાં જણાવે છે કે ” વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ઓઆરએસ બનાવવા માટે પ્રમાણભૂત ફોર્મ્યુલા મુજબ એક લિટર પાણીમાં 2.6 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ, 2.9 ગ્રામ ટ્રાઇસોડિયમ સાઇટ્રેટ ડાયહાઇડ્રેટ, 1.5 ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ અને 13.5 ગ્રામ ગ્લુકોઝ હોવાનું માનવામાં આવે છે.”

ડૉ. કૃષ્ણન જણાવે છે કે ORS બે પ્રકારના હોય છે. 1) સામાન્ય ORS (કે જે પાવડર હોય જે પાછળથી પાણીમાં ભળી જાય છે) અને રિડ્યુસ ઓસ્મોલેરિટી ORS (પ્રવાહી સ્વરૂપમાં). “ઓસ્મોલેરિટી એ એક લિટર પ્રવાહીમાં ઓગળેલા દ્રાવક છે. WHO દ્વારા જણાવાયું છે કે પીણાની કુલ 245 ઓસ્મોલેરિટી હોવી જોઈએ. આના કરતા વધુ કે ઓછા [દ્રાવક] ધરાવતી કોઈપણ વસ્તુને ORS ગણવામાં આવતી નથી.”

બાળકોમાં ડિહાઇડ્રેશન

ORS ગંભીર રીતે ઝાડા થયા હોય તેવા બાળકને રીહાઇડ્રેટ કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ડૉ. પારસ કુમાર જે. કે જેઓ બેંગ્લોરની સ્પર્શ હોસ્પિટલ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રનમાં લીડ કન્સલ્ટન્ટ, નિયોનેટોલોજી અને પેડિયાટ્રિક્સ છે તેઓ જણાવે છે કે,”બાળકોને ઝાડા થયા હોય ત્યારે માટે સારવારનો મુખ્ય આધાર રિહાઇડ્રેશન છે અને ORS તેમાં અસરકારક છે.”

તેઓ ધ્યાન દોરે છે કે જો કોઈ બાળકને ગંભીર ઝાડા અને ડિહાઈડ્રેશનન થયું હોય, તો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવું મહત્વપૂર્ણ છે.

બાળકોમાં ગંભીર ડિહાઇડ્રેશનના લક્ષણો :

પેશાબમાં ઘટાડો થવો: બાળક 6 થી 8 કલાકથી વધુ સમય સુધી પેશાબ કરતું નથી.
સુસ્ત દેખાવું : બાળક ખૂબ સુસ્ત અને ચીડિયું થઇ જાય છે.
મોઢું સુકાવું: મોઢું સુકાવું, આંખો ઉંડી ઉતરી જવી અને ડ્રાય થવી છે.

ORS શું છે અને શું નથી

ડૉ. કૃષ્ણન કહે છે કે ઘણી કંપનીઓ ORSના નામે એનર્જી ડ્રિંક્સનો પ્રચાર કરે છે. હકીકતમાં તે ORS નથી. તેઓ વધુમાં જણાવે છે કે, “જ્યારે WHO દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સોલ્યુશન તૈયાર કરવામાં આવે છે, ત્યારે જ પીણાને ORS ગણી શકાય. ORSના નામે ઉપલબ્ધ મોટાભાગના પીણાંમાં યોગ્ય ગ્લુકોઝ-સોડિયમ ગુણોત્તર અથવા સોડિયમ અને પોટેશિયમની માત્રા હોતી નથી.”

મોટાભાગના ORS સ્વાદવિહીન હોવાના કારણે માતા-પિતા ઓઆરએસ લેબલવાળા ટેટ્રા પેક લેવાનું વલણ ધરાવે છે. ડૉ ક્રિશ્નન કહે છે કે,”ઓઆરએસના નામે એનર્જી ડ્રિંક્સમાં રંગ, સ્વાદ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે જે બાળકો માટે સારા નથી.” સાથે જ તેઓ તેને ખરીદતા પહેલા લેબલ વાંચવા પર ભાર મૂકે છે. આમાંના મોટાભાગના પેકેટમાં WHO દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરતાં નથી તેના પર સાવચેતીનું નિવેદન કરવામાં આવે છે કે તે ORS નથી અને ઝાડા દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ.ડૉ. કુમાર કહે છે કે, “આ પીણાં બાળકોની ઉલટીને વધારી શકે છે કારણ કે તેમાં સાઇટ્રિક પદાર્થો હોય છે.જેને પરિણામે બાળકોમાં ઉલ્ટીઓ વધે છે અને તેઓ ડિહાઇડ્રેટ થઈ શકે. તેથી યોગ્ય ORS પસંદ કરવું ખૂબ જ જરુરી છે.”

ડૉ. ક્રિશ્નન કહે છે કે જો કોઈ વ્યક્તિને ગંભીર ડિહાઇડ્રેશન થયું હોય અને તેની સારવાર માર્કેટમાં મળતા ORS સાથે કરવામાં આવે તો શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર ઘટી શકે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થઈ શકે છે.

ઘરે ORS કેવી રીતે બનાવવું

ડૉ. કૃષ્ણન કહે છે કે WHO એ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનને સામાન્ય કરવા માટે ઘરે ORS બનાવવાની પણ સલાહ આપી છે. એક લીટર પાણીમાં છ ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું ઉમેરીને ઘરે પણ ORS બનાવી શકાય છે.

ડૉ કૃષ્ણન જણાવે છે કે, “ઘરે ORS બનાવતી વખતે એક લિટર પાણીમાં મીઠું અને ગ્લુકોઝની ચોક્કસ માત્રા હોવી જોઈએ. તેમાં વ્યક્તિએ માત્ર પાણી જ નાંખવાનું છે દૂધ, નાળિયેરનું પાણી, જ્યુસ અથવા અન્ય કોઇ સોફ્ટ ડ્રિંક્સ જેવા અન્ય કોઈ ઉમેરવાના નથી. વ્યક્તિએ વધારાની ખાંડ પણ નાંખવાની નથી. ગ્લુકોઝ એટલા માટે ઉમેરવાનું છે જેનાથી સોડિયમનું શોષણ સરળ બને. માત્ર ઉર્જા આપવા માટે નથી.”

ઘરે બનાવેલું ORS પીવાથી ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ મળે છે પરંતુ જો સ્થિતિ ગંભીર હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ છે.

યાદ રાખવા જેવા મુદ્દા

ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનમાં મીઠું અને ખાંડ હોય છે જે ગંભીર ઝાડાને કારણે ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનને ફરી સંતુલિત કરે છે. દુકાનોમાં વેચાતા ORSના લેબલ વાંચવા જરુરી છે કારણ કે ORSના નામે વેચાતી દરેક વસ્તુમાં યોગ્ય ઇલેક્ટ્રોલાઇટ સંતુલન નથી હોતું.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.