728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

કપડાં પહેર્યા વગર સૂવાથી સ્વાસ્થ્યલાભ થઇ શકે ?
4

કપડાં પહેર્યા વગર સૂવાથી સ્વાસ્થ્યલાભ થઇ શકે ?

નિષ્ણાતો કપડાં પહેર્યા વિના સૂવાને સારું માને છે કારણ કે તેનાથી શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં અને ઇન્ટીમસી વધારવામાં મદદ કરે છે.

દરેક વ્યક્તિને સારી ઊંઘ મેળવવા માટે કપડાં પહેર્યા વગર સૂવું જોઇએ તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?  ઘણા લોકો માટે કપડા વગર સૂવું સામાન્ય નથી,  નિષ્ણાતો કહે છે કે તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં, શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે, પાર્ટનર્સ વચ્ચેના જાતીય સંબંધોની ગુણવત્તાને સુધારવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. રિસર્ચ જણાવે છે કે કપડાં પહેર્યા વિના સૂવું એ ઝડપી ઊંઘ આવવા માટે અને તંદુરસ્ત ડાયઝેશન જાળવવા માટે ખૂબ જ સારું છે. નિષ્ણાતો એવું પણ જણાવે છે કે જેમને હૂંફ ગમે છે તેમના માટે બજારમાં એવી પથારી પણ ઉપલબ્ધ છે જેમાં તમે કપડાં પહેર્યા વગર સૂઓ તો તે ગરમ થઈ જાય છે.

વર્ષ 2022માં બ્રિટનમાં ઊંઘ અંગે કરવામાં આવેલા એક સર્વેમાં કપડા પહેર્યા વગર સૂવાના ફાયદાઓ સામે આવ્યા છે. 15,000 પુખ્ત વયના લોકો પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 20 ટકા લોકો કપડાં પહેર્યા વિના સૂવાનું પસંદ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ એક સ્પષ્ટ પુરાવો હતો કે માત્ર યુવાનો જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો પણ કપડાં પહેર્યા વિના સૂવાનું પસંદ કરે છે. સર્વેમાં 26 ટકા લોકો 65 વર્ષથી વધુ ઉંમરના અને 17 ટકા 18-24 વર્ષની વચ્ચેના હતા.

રાત્રે કપડાં પહેર્યા વગર સૂવાના ફાયદા

કપડાં પહેર્યા વગર સુવાના ફાયદામાં શરીરના તાપમાનને નિયંત્રિત કરવાનું અને પ્રાઇવેટ પાર્ટમાં ઈન્ફેક્શનથી બચવું એ મુખ્ય છે. સુનીલ કુમાર કહે છે, “જો કે, વ્યક્તિગત રીતે આની ભલામણ કરી શકાતી નથી કારણ કે  આ વિષયમાં હજી વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો અભાવ છે.”

દરમિયાન, યુ.કે. સ્થિત ચાર્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ અને સ્લીપ એક્સપર્ટ સેમી માર્ગોએ હેપ્પીએસ્ટ હેલ્થ સાથે ઈમેલ વાતચીતમાં કપડાં પહેર્યા વિના સૂવાના કેટલાક રસપ્રદ અને ઓછા જાણીતા ફાયદાઓ શેર કર્યા હતા. તેમાંથી કેટલાક યુ.કે.ના સર્વેક્ષણના ઉત્તરદાતાઓ દ્વારા સ્વિકારવામાં આવ્યા છે.

શરીરનું તાપમાન જાળવે છે

કપડાં પહેર્યા વિના સૂવાનો એક મહત્વનો ફાયદોએ છે કે શરીરનું તાપમાન અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. કપડાં પહેર્યા વગર સુવાથી આપણું શરીર રાતના તાપમાન સાથે અનુકૂલન સાધે છે. આ પ્રક્રિયા ઊંઘમાં પણ મદદ કરે છે અને માનસિક અને શારીરિક સ્ટ્રેસ ઘટાડે છે.

ઊંઘ સરળતાથી આવે છે

સૂવા માટે શરીરનું તાપમાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સર્કેડિયન રિધમ સાથે જટિલ રીતે જોડાયેલું છે. આપણી આંતરિક ઘડિયાળ જે ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. કપડા પહેર્યા વિના સૂવાથી શરીરને ઠંડક મળે છે અને મગજને સંકેત મળે છે કે સૂવાનો સમય થઈ ગયો છે. આનાથી ઊંઘવામાં સરળતા રહે છે.

ઊંઘની ગુણવત્તા સુધારે છે

સંશોધન દર્શાવે છે કે નગ્ન સૂવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જ્યારે શરીરને કુદરતી રીતે ઠંડુ થવા દેવામાં આવે છે, ત્યારે ઊંડા અને વધુ શાંત ઊંઘના ચક્રને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે વધુ તાજગીથી જાગી શકો છો અને સમગ્ર દિવસ દરમિયાન વધુ ઊર્જા મેળવી શકો છો.

ત્વચાનું આરોગ્ય સુધારે છે

પરસેવો અને બેક્ટેરિયા કપડાં પર ચોંટે છે જે ત્વચામાં બળતરા અને ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. કપડાં પહેર્યા વિના સૂવાથી તમારી ત્વચામાં હવાની અવરજવર વધુ સારી રીતે થાય છે તેમજ બળતરા અને ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખી શકાય છે. પ્રાઈવેટ પાર્ટના સ્વાસ્થ્યને સુધારવામાં પણ તે ફાયદાકારક છે.

ઇન્ટીમસીવધુ સારી બનાવે છે

જીવનસાથી સાથે સૂતી વખતે કોઇ પણ અવરોધ ન હોય તો ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા મજબૂત બને છે. જ્યારે પાર્ટનર ત્વચાના સંપર્કમાં આવે છે, ત્યારે “લવ હોર્મોન” તરીકે ઓળખાતા ઓક્સિટોસિન મુક્ત થાય છે અને ઉત્તેજના શારીરિક અને ભાવનાત્મક આત્મીયતાને પ્રોત્સાહન આપે છે.

વજન નિયંત્રણમાં મદદ કરે છે

શું તમે માનશો કે કપડાં પહેર્યા વગર સૂવાથી તમે વજન ઘટી શકે છે? સૂતી વખતે શરીરને ઠંડુ કરવા માટે બ્રાઉન ફેટ સક્રિય હોય છે. આ એક પ્રકારની ચરબી છે જે શરીરનું તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. બ્રાઉન ચરબીનું એક્ટિવ મેટાબોલિક રેટ અને કેલરીનો ઉપયોગ વધારે છે. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આત્મવિશ્વાસ વધે છે

તમારી પોતાની ત્વચાને સ્પર્શ કરવાથી જે સ્વ-અનુભૂતિ થાય છે જે આત્મવિશ્વાસ વધારી શકે છે. સાથે જ વ્યક્તિ પોતાની ફિટનેસ પ્રત્યે સભાન રહેવાથી એકંદરે સ્વાસ્થ્ય સારું થઈ શકે છે.

અભ્યાસ મુજબ કપડાં વગર સૂવું એ નવી વાત નથી

ઠંડા તાપમાનમાં કપડાં વગર સૂવુંએ માનવ ઉત્ક્રાંતિ ઇતિહાસમાં નોંધાયેલું છે. બાયોસાયન્સ 2023માં પ્રકાશિત અભ્યાસ ઠંડીમાં કપડા વિના જીવવાની ચર્ચા કરે છે. દક્ષિણ આફ્રિકાના બુશમેન, ઑસ્ટ્રેલિયન એબોરિજિન્સ, યામાના અને ટિએરા ડેલ ફ્યુગોના એલેક્ટોફ સેંકડો વર્ષોથી કપડાં વગર સૂવાના માટે જાણીતા છે. તેઓ કપડાં વગર રહેતા હતા અને આગ દ્વારા પોતાને ગરમ રાખતા હતાં. ઠંડા વાતાવરણમાં, તેઓ એક મોટો સ્ટોવ બાંધતા અને તેની નજીક સૂતા.

યાદ રાખવા જેવી વાત

  • જો કે, કપડાં વગર સૂવું સરળ નથી પરંતુ માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં એવા સંકેતો છે કે તે શક્ય છે.
  • નિષ્ણાતો કપડાં પહેર્યા વિના સૂવાના કેટલાક ફાયદાઓ જણાવે છે – જેમ કે ઊંઘની ગુણવત્તામાં સુધારો થવો, શરીરનું તાપમાન નિયંત્રિત થવું અને વજન નિયંત્રિત થવું.

જો કે ભારતમાં આ સામાન્ય પ્રથા નથી, બ્રિટનમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશમાં દરેક પાંચમો વ્યક્તિ નગ્ન સૂવાનું પસંદ કરે છે. આ પ0રકતદ્ધતિ ઘણીવાર વૃદ્ધ લોકો દ્વારા અપનાવવામાં આવે છે, ખાસ કરીને તેના ફાયદાઓને કારણે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.