728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

સુંદર નખ મેળવવા માટે 7 ટિપ્સ
1

સુંદર નખ મેળવવા માટે 7 ટિપ્સ

આ ટિપ્સ અનુસરો અને સરળતાથી સુંદર અને સ્વસ્થ નખ મેળવો.

નખ માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ નથી. સ્વસ્થ નખ પણ તમને સ્વસ્થ બનાવે છે. સ્વસ્થ નખની જાળવણી માત્ર નિયમિત હાથ તથા નખની સંભાળથી આગળ છે પછી ભલે તમે નખ પ્રેમી હોય અથવા ફક્ત તમારા નખના દેખાવને સુધારવા માંગો છો.સુંદર અને સ્વસ્થ નખ મેળવવામાં મદદ કરવા માટે અહીં 7 નિષ્ણાત ટિપ્સ આપી છે.

આ ટિપ્સને તમારા નેઇલ કેર રુટીનમાં ઉમેરો, તમે મજબૂત,સ્વસ્થ નખ જાળવી શકશો જે માત્ર સુંદરતા માટે જ નથી પણ તમારા સ્વાસ્થ્યને પણ પ્રતિબિંબિત કરે છે.

નખના સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર

તમારા નખ જટિલ પ્રોટીનથી બનેલા છે. તેથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવવું જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર સંતુલિત આહાર નખના સ્વાસ્થ માટે જરૂરી છે. બેંગલુરુ સ્થિત ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ. શોભા સુદીપ કહે છે, “સ્વસ્થ ખોરાકએ સ્વસ્થ નખની ચાવી છે.”વિટામીન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી નખ કુદરતી રીતે સ્વસ્થ રહે છે.” નખની મજબૂતાઈ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે બાયોટિન (જેમ કે ઈંડા, બદામ અને આખા અનાજ), વિટામિન E (જેમ કે બદામ અને પાલક) અને ઓમેગા-3 ફેટી એસિડ્સ (માછલી અને ફ્લેક્સસીડમાં જોવા મળે છે)થી ભરપૂર ખોરાક લો.

નખ સ્વચ્છ અને સૂકા રાખો

નખના સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. પુડ્ડુચેરીના હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન ક્લિનિકના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જુડ દિલીપ કહે છે,”નખની સંભાળમાં સફાઈ એ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે.” તમારા નખ, ક્યુટિકલ્સ અને નેઇલ પ્લેટને નિયમિતપણે હળવા સાબુ અને પાણીથી ધોઈને હંમેશા સાફ રાખો. કોઈપણ વસ્તુને ધોતી વખતે વધારે સાવચેતી રાખો.નખને સારી રીતે સૂકવવો જેથી તેમાં ભેજ એકઠો ન થવા દો જે બેક્ટેરિયલ અને ફંગલ ચેપ તરફ દોરી શકે છે. યોગ્ય સફાઈ ઇન્ફેકશનને રોકવામાં મદદ કરે છે.

નિયમિતપણે મોઇશ્ચરાઇઝ કરો

ડૉ.સુદીપના કહેવા પ્રમાણે, તમારી ત્વચાની જેમ નખને પણ સ્વસ્થ અને મજબૂત રહેવા માટે મોઇશ્ચરની જરૂર હોય છે. રાત્રે નેઇલ ક્રીમ લગાવો, ક્યુટિકલ્સ કાપો અને તિરાડો ન પડે તે માટે નખ સાફ રાખો. શિયા બટર, વિટામિન ઇ અને જોજોબા તેલ જેવા હાઇડ્રેટિંગ ઇન્ગ્રીડિયન્ડ હોય તેવા ઉત્પાદનનો ઉપયોગ કરો.

તમારા નખને સુરક્ષિત રાખો

જેલ અથવા એક્રેલિક ટીપ્સ હાથ તથા નખને સુંદર દેખાડી શકે છે, પરંતુ તે નુકસાન પહોંચાડી શકે છે. ડૉ.સુદીપ જણાવે છે કે “એક્સ્ટેંશન જેલ એક્રેલિક નખનો ઉપયોગ ઓછો કરો કારણ કે આ પ્રક્રિયાઓ નખને નુકસાન પહોંચાડી શકે છે.” વધુમાં,ઘરના કામ કરતી વખતે અથવા કેમિકલ સાથે કામ કરતી વખતે મોજા પહેરો, તમારા નખને હાર્ષ કેમિકલથી સુરક્ષિત કરો. કેન અથવા પેકેજો ખોલવા માટે તમારા નખનો ટૂલ્સ તરીકે ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ તેને નબળા બનાવી શકે છે અને તે તૂટી શકે છે.

યોગ્ય કદના શૂઝ પહેરો અને પગના નખ ટૂંકા રાખો

ડૉ. સુદીપ કહે છે, “સારી રીતે ફિટ ન થતા હોય તેવા જૂતા પહેરવાનું ટાળો. ચુસ્ત પગરખાં તમારા અંગૂઠાને દબાવે છે, જેનાથી અંગૂઠામાં ફૂગ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાતરી કરો કે તમારા પગરખાં તમારા અંગૂઠાને આરામથી ખસેડવા માટે પૂરતી જગ્યા આપે છે.

તમારા પગના નખને યોગ્ય લંબાઈ પર રાખવા જરૂરી છે. ડૉ. દિલીપ કહે છે કે,”તમારા પગના નખ નિયમિતપણે કાપો.” લાંબા નખ ફૂગ અને અન્ય ઇન્ફેક્શનને આમંત્રણ આપે છે. યોગ્ય નેઇલકટરનો ઉપયોગ કરો અને સીધા કાપો.

તમારા પગરખાં પર ધ્યાન આપો તમારા પગના નખને ટ્રિમ કરો,જેથી પગને સ્વસ્થ રાખી શકો.

તમારા નખ માટે TLC

તમારા નખને સરળતાથી તૂટતા અટકાવવા માટે તેની લંબાઇ મીડિયમ રાખો. ઇનગ્રોન નખને રોકવા અને તેમનો આકાર જાળવવા માટે, નેઇલ ફાઇલ વડે નખને સીધા અને હળવા હાથે ગોળાકાર કાપો.

વધુમાં, જ્યારે નેલ પોલીશ તમારા નખમાં રંગ અને શૈલી ઉમેરી શકે છે,ત્યારે નેલ પોલીશ અને નેલ પોલીશ રીમુવરનો વધુ પડતો ઉપયોગ તમારા નખને નબળા અને ડીહાઇડ્રેટ કરી શકે છે. એસીટોન-મુક્ત નેલ પોલીશ રીમુવર પસંદ કરો. સમયાંતરે નેલ પોલીશમાંથી બ્રેક પણ લો.

પોષક તત્ત્વોની ખામીઓને દૂર કરો અને નખને કરડો નહીં

જો તમને લાગતું હોય કે તમને આવશ્યક પોષક તત્ત્વો જેમ કે આયર્ન અથવા વિટામિન્સની ઉણપ છે તો તમારા ડૉક્ટરની સલાહ લો ડૉ. દિલીપ કહે છે,“કોઈપણ ડેફિશિયન્સીની તાત્કાલિક સારવાર કરો, કારણ કે તે નખના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે.

વધુમાં, મજબૂત અને સ્વસ્થ નખ જાળવવા માટે નખ કરડવાની આદત છોડી દો છે. નખ કરડવાથી નખના આધારને નુકસાન થઈ શકે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ડૉ. સુદીપ કહે છે,”તમારા નખની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે નખ કરડવાની આદતને ટાળો.”

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.