728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

આર્યુવેદની મદદથી પ્રિ-ડાયાબિટીસને મેનેજ કરો
34

આર્યુવેદની મદદથી પ્રિ-ડાયાબિટીસને મેનેજ કરો

પ્રિ-ડાયાબિટીસની સ્થિતિની સારવાર પ્રાકૃતિક રીતે કરવી છે ? જાણો આયુર્વેદિક એક્સપર્ટની સલાહ

વર્ષ 2022માં, તમિલનાડુના કૉઈમ્બતુરની આઈટી પ્રોફેશનલ, પ્રિયંકા પી કે જેની ઉંમર 35 વર્ષ છે, તે તેના ઓફિસના હેલ્થ કેમ્પમાં ગઇ. તે દિવસને યાદ કરતાં જણાવે છે કે ” તેના HbA1c ટેસ્ટ(ડાયાબિટીસના એક પ્રકારની પરીક્ષણ કરવાની એક રીત)ના રિપોર્ટમાં સામે આવ્યું કે મારું બ્લડ શુગર પ્રિ -ડાયાબિટીક રેન્જમાં હતું.”

જો કે પરિણામો તેના માટે વધારે આશ્ચર્યજનક નહોતા. રિપોર્ટના પરિણામો વિશે તે જણાવે છે કે, “ મારા પરિવારમાં ઘણા લોકોને ડાયાબિટીસ છે,મારા પિતા અને માતા બંને ડાયાબિટીક છે. મારા આહારની આદતે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે હું દિવસમાં ત્રણ વખત ભાત ખાતી હતી અને સાથે જ રેસ્ટોરન્ટનો ખોરાક પણ વધુ પ્રમાણમાં ખાતી હતી.”

બેઠાડુ જીવન પણ તેને ડાયાબિટીસ તરફ દોરી ગયું કારણ કે તે વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવતી હતી.વધુમાં યોગ્ય પ્રમાણમાં કસરત પણ ન હતી કરતી.

ન્યૂ જર્સીના આયુર્વેદ નિષ્ણાત ડૉ. શ્રુતિ ભટ સમજાવે છે કે,”પ્રિ-ડાયાબિટીસએ સામાન્ય કરતાં વધુ બ્લડ શુગર લેવલ માટેની વર્ગીકૃત થયેલ સ્થિતિ છે,પરંતુ તે હજી સુધી ડાયાબિટીસની શ્રેણીમાં નથી.” તે ઉમેરે છે કે જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ છે.

પ્રિ-ડાયાબિટીસ: ડાયાબિટીસનો પહેલાની સ્થિતિ

નિષ્ણાતો જણાવે છે કે, પ્રિ-ડાયાબિટીસનું સામાન્ય રીતે ડાયાબિટીસની ઓળખના થોડા મહિનાઓ અથવા થોડા વર્ષ પહેલાં નિદાન થાય આવે છે. કેરળના આયુર્વેદ નિષ્ણાત ડૉ.અંજના પી જણાવે છે કે,”મોટાભાગના પ્રિ-ડાયાબિટીક વ્યક્તિઓ માટે, તંદુરસ્ત જીવનશૈલી અને આહારની પસંદગીને અનુસરીને બ્લડ શુગરને સામાન્ય કરવું સરળ છે.”

ડાયાબિટીસ માટે આયુર્વેદ

પ્રિયંકા કહે છે, “મારા બ્લડ ગ્લુકોઝના સ્તરને સામાન્ય કરવા માટે મેં કુદરતી ઉપાય કરવાનું નક્કી કર્યું ત્યારે મારો BMI વધુ હતો.”

તેણે એક આયુર્વેદિક નિષ્ણાતનો સંપર્ક કર્યો જેમણે જીવનશૈલીમાં ફેરફાર કરવા અને તેના કાર્બોહાઇડ્રેટનું સેવન ઘટાડવાનું સૂચન કર્યું. આ ઉપરાંત, નિષ્ણાતે તેને ચયાપચય અને દૈનિક ધ્યાન જેવી પદ્ધતિઓને વધારવા માટે જડીબુટ્ટીઓનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી.

તેણે વધુમાં જણાવ્યું કે, “શરૂઆતમાં મને થાક, તરસ અને બેચેની અનુભવાઇ હતી. જો કે, આશ્ચર્યની વચ્ચે, માત્ર એક અઠવાડિયા પછી,મારી ક્રેવિંગ્સ ઓછી થઇ ગઈ. મેં સારા આહારનું સેવન કરવાનું શરુ કર્યું. ધ્યાન દ્વારા પણ મને ખોરાક સાથે પૉઝીટિવ અને હેલ્થી કનેક્શન બનાવવામાં મદદ મળી”

​પ્રિ-ડાયાબિટીસ અને આયુર્વેદ

આયુર્વેદના નિષ્ણાતો પ્રિ-ડાયાબિટીસને શરીરના દોષ (ઊર્જા), મુખ્યત્વે વાત (વાયુ તત્વ) અને કફ (પાણી તત્વ)માં અસંતુલન તરીકે જુએ છે. ડૉ ભટ સમજાવે છે કે, “વાત અનિયમિત ચયાપચય સાથે સંકળાયેલું છે,જ્યારે કફ વધુ વજન અને ઇન્સ્યુલિન રેઝીસસ્ટન્સ સાથે જોડાયેલું છે. આયુર્વેદિક સારવારનો પ્રાથમિક ધ્યેય આ સંતુલન પુનઃસ્થાપિત કરવાનો છે,”

આ મુદ્દાને સમર્થન આપતાં, ડૉ.અંજના કહે છે કે આયુર્વેદિક મેનેજમેન્ટ ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારે છે અને ઇન્સ્યુલિન રેઝીસટન્સ ઘટાડે છે અને તેના સ્ત્રાવને વેગ આપે છે. શારીરિક પ્રવૃત્તિની સાથે સ્વસ્થ આહાર પેટર્ન અપનાવવાથી પ્રિ-ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

પ્રિ-ડાયાબિટીસ માટે આયુર્વેદની આહાર માર્ગદર્શિકા

સામાન્ય રીતે લૉ કાર્બોહાઇડ્રેટ, હાઇ પ્રોટીન, મીડિયમ ફેટ ધરાવતા ફૂડ ડાયાબિટીસની સ્થિતિને સામાન્ય કરવા માટે લેવા માટે જણાવવામાં આવે છે.

ડૉ ભટ જણાવે છે કે, આયુર્વેદના સિદ્ધાંતો આહારમાં ફેરફાર સૂચવે છે.જે ખાદ્યપદાર્થો કડવા અને સ્વાદમાં કઠોર હોય છે,જેમ કે કારેલા અને મેથી તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.આ તમામ ખોરાકને વિવિધ સ્વરૂપમાં ખાઈ શકાય છે.”

ડૉ.અંજના આહાર અંગે કેટલીક સલાહ આપે છે

  • ફાઇબરથી રીચ ખોરાક ભરપૂર પ્રમાણ શાકભાજીઓ જેમાં કડવો અને તીખા સ્વાદ હોય છે જેમ કે કારેલા, સરગવો, લસણ, ભીંડા
  • કાચા કેળા, જામુન, ગૂસબેરી અને દાડમ જેવા ફળ ખાઓ
  • આખા અનાજ જેવા કે જવ, ઓટ્સ, બાજરી, આખા ઘઉં, બાજરી
  • કઠોળ જેમ કે કાળા ચણા, તુવેર દાળ,લીલા ચણા લો
  • મેથી,શણ અને ચિયા જેવા બીજ લો
  • અન્ય કુદરતી ઉત્પાદનો જેમ કે મમરા, રૉક મીઠું, હળદર, આદુ અને સરસવનું તેલ
  • ડેરી ઉત્પાદનો જેમ કે ખીર, શેરડીના ઉત્પાદનો, રેડ મીટ, તેલ અને આલ્કૉહોલ ટાળો

હર્બલ સપ્લિમેન્ટ્સ અને ઉપચાર

ડૉ.ભટ જણાવે છે કે, હર્બ્સ અને હર્બલ સપ્લિમેન્ટ્સ આયુર્વેદ દ્વારા પ્રિ-ડાયાબિટીસના સંચાલનમાં વધારાની સહાય પૂરી પાડી શકે છે. લીમડો,ત્રિફળા, હળદર અને જાંબુ જેવી જડીબુટ્ટીઓ તે ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો માટે જાણીતી છે અને તેનો ઉપયોગ પ્રિ-ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે. આ હર્બ્સ ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને સુધારવામાં, બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવામાં અને મેટાબોલિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

હર્બલ સ્ટીમ બાથ સાથે પાઉડર મસાજ તરીકે પણ ઓળખાતી ઉદવર્થના જેવી થેરાપીઓ ચરબીના પાચનને વધારવામાં અને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.જર્નલ ઑફ ફાર્મસી એન્ડ બાયોએલાઈડ સાયન્સમાં પ્રકાશિત થયેલા 2011ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મસાજ થેરાપી બ્લડ ગ્લુકોઝને સામાન્ય બનાવી શકે છે.

લાઇફ સ્ટાઇલ ચેન્જ

પ્રિ-ડાયાબિટીસ મેનેજ કરતી વખતે, શારીરિક પ્રવૃત્તિઓ કરો જેમકે ઝડપી ચાલવું અને આઇડિયલ બોડી વેઇટ જાળવવુંએ વ્યક્તિની પ્રાથમિકતા હોવી જોઈએ. ડૉ.અંજના કહે છે,” પાલતુ પ્રાણીઓને ચાલવા જેવી એક સરળ પ્રવૃત્તિ પણ આરોગ્ય જાળવવામાં મદદ કરી શકે છે.”

પ્રિ-ડાયાબિટીક દર્દીઓ માટે ગ્લુકોઝનું સ્તર ઘટાડતી પ્રવૃત્તિઓ કરવી જોઇએ જેમકે લાંબા સમય સુધી બેસી ન રહેવું, જમ્યા પછી ચાલવું કરવું, સાતથી આઠ કલાકની હેલ્થી ઊંઘ લેવી અને આયુર્વેદિક દવાઓનું સેવન કરવું છે.આ પ્રવૃત્તિઓ ઇન્સ્યુલિન રેઝીસટન્સ સુધારવામાં, વજન ઘટાડવામાં મદદ કરે છે અને એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સારું કરે છે.

થોડા સમય પહેલાના રિસર્ચમાં સામે આવ્યું કે કનસિસ્ટન્ટ ડાયટ અને ફિઝીકલ એક્ટિવિટી સમયાંતરે પ્રિ-ડાયાબિટીક સ્થિતિ ઓછી કરવામાં અસરકારક છે.

પ્રિ-ડાયાબિટીસ માટે યોગ અને ધ્યાન

ક્રોનિક સ્ટ્રેસ બ્લડ સુગરના નિયંત્રણને નકારાત્મક અસર કરી શકે છે. આયુર્વેદિક નિષ્ણાતો પ્રાણાયામ અથવા નિયંત્રિત શ્વાસ લેવાની કસરત અને માઇન્ડફૂલનેસ જેવી પ્રેક્ટિસ સ્ટ્રેસ ઘટાડવાની ટેકનિકનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ યોગમાં 2019નો પ્રારંભિક અભ્યાસ કહે છે કે યોગ અને પ્રાણાયામએ પ્રિડાયાબિટીસને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે સંભવિત હસ્તક્ષેપ પદ્ધતિઓ છે. યોગની મુદ્રાઓ (આસનો), શ્વાસ લેવાની કસરતો અને ધ્યાનની નિયમિત પ્રેક્ટિસ ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં, તણાવ ઘટાડવામાં અને એકંદર સુખાકારીને વધારવામાં મદદ કરે છે.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.