728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

હાર્ટ એટેક : લક્ષણો, કારણ અને સારવાર
14

હાર્ટ એટેક : લક્ષણો, કારણ અને સારવાર

હાર્ટ એટેક અચાનક આવી શકે છે પરંતુ તેના વાર્નિંગ સાઇન્સ દિવસો કે અઠવાડિયા અગાઉ દેખાઈ શકે છે

હાર્ટ એટેક અથવા મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI)એ હૃદયની નૉન-કમ્યુનિકેબલ ક્રોનિકલ સ્થિતિ છે જે હૃદયને લોહી પહોંચાડતી એક અથવા વધુ રક્તવાહિનીઓ (કોરોનરી આર્ટરી)માં બ્લડ વેસલ્સમાં અવરોધના કારણે થાય છે. અવરોધના કારણે કોરોનરી ધમની હૃદયના સ્નાયુઓને ઑક્સિજનયુક્ત રક્ત પહોંચાડી શકતી નથી, જેના કારણે હૃદય ઑક્સિજનની જરુરીયાત પુરી થતી નથી અને અંતે વ્યક્તિ મૃત્યુના મુખમાં ધકેલાય છે.

જો હૃદયના સ્નાયુઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે તો તે હૃદય ધબકારા બંધ કરી દે છે જેના કારણે હાર્ટ ફેલિયર (કાર્ડિયાક અરેસ્ટ) તરફ દોરી જાય છે. કોરોનરી ધમનીનો અવરોધ આંશિક અથવા સંપૂર્ણ હોઈ શકે છે,જે બે પ્રકારના હાર્ટ એટેકનું લક્ષણ છે. તેઓ છે:

  • ST-એલિવેશન મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (STEMI), જે કોરોનરી ધમનીને સંપૂર્ણ અવરોધે છે
  • નૉન-ST-એલિવેશન મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (NSTEMI) ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમનીઓ આંશિક રીતે અવરોધાય છે.

હાર્ટ એટેકના લક્ષણો :

હાર્ટ એટેક સાથે સંકળાયેલા સામાન્ય લક્ષણોમાં આ મુબજ છે:

ગંભીર સ્ક્વિઝિંગ પ્રકારનો છાતીનો દુખાવો જે ડાબા હાથ, ગરદન, પીઠ અને પેટમાં ફેલાય છે

  • છાતીમાં ભારેપણું અને દબાણ
  • ચક્કર
  • હાંફ ચડવી
  • ચિંતા
  • હૃદયના ધબકારા અને અનિયમિત પલ્સમાં વધારો
  • ખાંસી
  • ઉબકા અને ઉલ્ટી
  • ઠંડું શરીર પડવું અને પરસેવો

જો કે હાર્ટએટેક ગમે ત્યારે આવી શકે છે પણ તેના ચેતવણી રૂપી કેટલાક ચિહ્નો દિવસો અથવા અઠવાડિયા પહેલાથી દેખાતા હોઈ શકે છે. જેમકે છાતીમાં થોડો થોડો દુખાવા તરીકે દેખાઇ શકે છે. જેમાં આરામ (એન્જાઇના) પછી રાહત મેળવે છે. છાતીમાં દુખાવો ઘણીવાર ગંભીર હોય છે, પરંતુ તે ક્યારેક અન્નનળીના પ્રદેશમાં ફેલાય છે જે હાર્ટબર્ન જેવું હોઇ શકે છે. જ્યારે પણ શંકા હોય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી હંમેશા વધુ સારું છે.

હાર્ટ એટેકના કારણો

મોટાભાગના હાર્ટ એટેકનું મુખ્ય કારણ કોરોનરી આર્ટરી ડિસીઝ (CHD) છે. આ એવી સ્થિતિ છે જ્યાં ફેટ, કૉલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો કોરોનરી ધમનીમાં જમા થાય છે. આ જમા થતો પદાર્થ સમય જતાં સખત બની જાય છે અને તેને પ્લેક કહેવામાં આવે છે, જે ધમનીને સાંકડી કરે છે અને હૃદયમાં લોહીના પ્રવાહને આંશિક રીતે અવરોધે છે.

અન્ય કિસ્સાઓમાં, પ્લાક ફાટી જાય છે અને ફાટવાની જગ્યાએ જ લોહીમાં ગંઠાઇ જાય છે. લોહી ગંઠાવા અને તેના મોટા કદ હોવાને કારણે તે કોરોનરી ધમનીમાં જ અટવાઇ જાય છે અને લોહીના પ્રવાહને સંપૂર્ણપણે અવરોધે છે. ઉપરોક્ત બંને કિસ્સાઓમાં, હૃદયમાં ઑક્સિજનની અછતથી છાતીમાં દુખાવો (હૃદય પર શ્રમને કારણે) અને હૃદયના સ્નાયુઓનું મૃત્યુ (ઓક્સિજનની અછતને કારણે) તરફ દોરી જાય છે.

MI સાથે સંકળાયેલા કેટલાક ઘણા પરિબળો છે:

  • ઉંમર
  • જેન્ડર (પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ જોખમ હોય છે)
  • ડાયાબિટીસ
  • હાઈ બ્લડ પ્રેશર
  • હાઇ કૉલેસ્ટ્રોલ/લિપિડ્સ
  • ધૂમ્રપાન (એક્ટિવ અને પેસિવ)
  • હૃદય રોગનો કૌટુંબિક ઇતિહાસ
  • બેઠાડુ જીવનશૈલી
  • દવાઓ ( ઓરલ કોન્ટ્રાસેપ્ટિક પિલ્સ)

કોકેઈન અને એમ્ફેટામાઈન જેવી દવાઓનો ઉપયોગ કોરોનરી ધમનીને સંકુચિત કરી શકે છે અને રક્ત પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે, સિવાય કે અન્ય બીમારીઓ જે હૃદયને ઓક્સિજનની અછત સુધી લઇ જાય જે હાર્ટ એટેકને ઉત્તેજિત કરી શકે છે.

હાર્ટએટેકની સારવાર

ઘણા બધા ટેસ્ટ હાર્ટ એટેકના પ્રકાર, હૃદયના સ્નાયુને થતું નુકસાનનું અને તેની જગ્યા અને અનુમાનના આધારે કરવામાં આવે છે. સામાન્ય ડાયાગ્નોસિસ માટે હૃદયરોગના હુમલાના ઓછામાં ઓછા બે સાઇન હોવાની જરૂરત હોય છે જેમાં કાર્ડિયાક બિમારીઓનો ઇતિહાસ અથવા MI લક્ષણો, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અને કાર્ડિયાક માર્કર્સનો સમાવેશ થાય છે. કેટલીક શ્રેષ્ઠ નિદાન પદ્ધતિઓ છે:

હાર્ટ એટેક અંગે જાણવા માટે શારીરિક તપાસ, સાઇન અને લક્ષણો, મેડિકલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી અને લાઇફ સ્ટ્રાઇલનું એનાલિસીસ કરી શકાય છે.

ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) એ હૃદય કેટલી સારી રીતે કાર્ય કરી રહ્યું છે તે નક્કી કરવા અને હાર્ટ એટેકનો પ્રકાર નક્કી કરવા માટેની પીડારહિત પદ્ધતિ છે.

ઇકો કાર્ડિયોગ્રામમાં હૃદયનું આંતરિક ચિત્ર બનાવવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને હૃદયમાં થયેલા નુકસાનના ચોક્કસ વિસ્તારોનું અનુમાન કરવામાં મદદ કરે છે.

બ્લડ ટેસ્ટ, કાર્ડિયાક માર્કર્સ જેમ કે પ્રોટીન ટ્રોપોનિન T અને I, ક્રિએટિનાઇન કિનેઝ-MB જેવા ઉત્સેચકો શોધી શકે છે જે હૃદયની કામગીરીમાં જરૂરી છે અને ક્ષતિગ્રસ્ત હૃદયના સ્નાયુઓમાંથી લીક થાય છે.

કાર્ડિયાક એન્જીયોગ્રાફીએ નક્કી કરવામાં મદદ કરે છે કે કોઇ ચોક્કસ સ્થાન સાથે અવરોધ છે કે સાંકડો છે. જ્યારે હાર્ટએટેકની સ્થિતિ અનિશ્ચિત હોય ત્યારે છાતીના એક્સ-રે મદદરૂપ થાય છે. તે દર્શાવે છે કે ફેફસાંમાં એર પોકેટ અથવા ફેફસાં અથવા હૃદયના સ્તરો વચ્ચે પ્રવાહીનું એકઠું થવા જેવા અન્ય કોઈ પૂર્વસૂચક પરિબળો છે કે કેમ.

કાર્ડિયાક એમઆરઆઈ અથવા સીટી સ્કેન હૃદયના સ્નાયુ અથવા કોરોનરી ધમનીને નુકસાનનું ચોક્કસ સ્થાન અને હદ બતાવી શકે છે.

સારવાર

બ્લડ પરફ્યુઝનના અભાવને કારણે હૃદયના સ્નાયુને થતા વધુ નુકસાન અટકાવવા માટે,રક્ત પ્રવાહને ઝડપથી પુનઃસ્થાપિત કરવું જરૂરી છે. હાર્ટ એટેક આવ્યો હોય તેવા વ્યક્તિઓના જીવનની ગુણવત્તા સુધારવી, અમુક દવાઓ અને સર્જિકલ પદ્ધતિઓ છે.

દવાઓ હાર્ટઅટેકના જોખમની વિવિધ રીતે સારવાર કરી શકે છે અને જોખમને ઘટાડી શકે છે.જેમાં સમાવેશ થાય છે:

  • રીટેપ્લેસ, સ્ટ્રેપ્ટોકીનેઝ, ટી-પીએ, ટેનેક્ટેપ્લેઝ જેવી દવાઓ વડે ક્લોટ્સ તોડવાનું કામ કરે છે
  • એસ્પિરિન અથવા ક્લોપીડોગ્રેલનો ઉપયોગ લોહી ગંઠાતા રોકવા માટે અથવા તેને ઘટાડવા માટે થાય છે
  • હેપરિન લોહીને પાતળું કરે છે જ્યારે વોરફેરીન લોહીનું ચીકણાપણું ઘટાડે છે
  • નાઇટ્રોગ્લિસરિનનો ઉપયોગ જે રક્ત વાહિનીઓ સાંકડી થઇ ગઇ છે તેને પહોળી કરવા માટે થાય છે
  • એટેનોલોલ અને મેટોપ્રોલોલ જેવા બીટા-બ્લોકર્સ, કેપ્ટોપ્રિલ અને લિસિનોપ્રિલ જેવા ACE ઇનહિબિટર્સ બ્લડ પ્રેશર ઘટાડે છે
  • એટોર્વાસ્ટેટિન, રોસુવાસ્ટેટિન જેવા સ્ટેટિન્સ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
  • મોર્ફિનનો ઉપયોગ છાતીમાં દુખાવો દૂર કરવા માટે કરી શકાય છે

હાર્ટ એટેકની સારવાર કરતી સર્જિકલ પદ્ધતિઓ પદ્ધતિઓ :

પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI), જે મેટલ મેશ સ્ટેન્ટનો ઉપયોગ કરીને કોરોનરી આર્ટરીના અવરોધિત વિસ્તારને લાંબા ગાળા માટે પહોળો બનાવે છે.

કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ (CABG) જેમાં લોહીના પ્રવાહને વાળવા અને હૃદયમાં લોહીના પુરવઠાને સુધારવા માટે શરીરના અન્ય ભાગ (છાતી,પગ અથવા હાથ)માંથી રક્તવાહિનીને કોરોનરી આર્ટરીના બ્લોકેજ વિસ્તારની નીચે અને ઉપર ગ્રાફ્ટ કરવામાં આવે છે. તે ત્યારે કરવામાં આવે છે જ્યારે ધમનીમાં અનેક અવરોધો હોય અથવા અવરોધિત ધમનીમાંથી ઘણી શાખાઓ આવતી હોય.

જીવન બચાવવા માટેની તક વધારવા માટેની ફર્સ્ટ એડ :

દરેક મિનિટ અગત્યની છે.

જલ્દી તમે તીવ્ર છાતીમાં દુખાવો અનુભવવાનું શરૂ કરો છો, તમારે સૌથી પહેલા હૉસ્પિટલની ઇમરજન્સી વૉર્ડમાં કૉલ કરવો જોઈએ અથવા તમારા મિત્ર કે પાડોશીને તમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા કહો.

હાર્ટ એટેકનો ઈતિહાસ ધરાવતી વ્યક્તિને નાઈટ્રોગ્લિસરીન અને એસ્પિરિન સૂચવવામાં આવી શકે છે. જો તેઓ છાતીમાં ગભરામણ અને તીવ્ર છાતીમાં દુખાવો અનુભવે છે, તો આ દવાઓ તેમના ચિકિત્સકના નિર્દેશ મુજબ લઈ શકાય છે જેથી મૃત્યુનું જોખમ ઓછું થાય.

જો તમે જોશો કે કોઈ વ્યક્તિ બેભાન થઈ રહી છે અને શ્વાસ લઈ રહી નથી, તો વહેલામાં વહેલી તકે તેને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપો. ઉપરાંત, જો તરત જ ઉપલબ્ધ હોય તો AED (ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર)નો ઉપયોગ કરવા માટે ઉપકરણની સૂચનાઓને અનુસરીને તેનો ઉપયોગ કરો.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.