728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

હેલ્થ ડ્રિંક્સ નથી બોર્નવિટા તેના જેવા બેવરેજીસ
7

હેલ્થ ડ્રિંક્સ નથી બોર્નવિટા તેના જેવા બેવરેજીસ

બાળકોના પ્રચલિત પીણા બોર્નવિટામાં રહેલા પદાર્થો વિશે એક વીડિયો એપ્રિલ 2023માં વાઇરલ થયો હતો ત્યારબાદ તેમાં રહેલી ખાંડનું પ્રમાણ વધારે છે કે કેમ તે અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.

ભારતમાં તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ‘હેલ્થ ડ્રિંક્સ’ની શ્રેણીમાંથી બોર્નવિટા સહિત ડ્રિંક્સ એટલે કે પીણાં/બેવરેજને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. 10 એપ્રિલના રોજ,જાહેર થયેલી એડવાઈઝરીમાં, ભારત સરકારના કેન્દ્રીય સચિવ રાજેશ રંજન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એવું કે બોર્નવિટા સહિતના કેટલાક ડ્રિંક્સ/બેવરેજીસને ઈ-કોમર્સ સાઇટ્સ અને પ્લેટફોર્મ પર ‘હેલ્થ ડ્રિંક્સ’ની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

મોટાભાગના ભારતીય ઘરોમાં સવારના સમયે બાળકોને પીવડાવવામાં આવતા આ સ્વાદિષ્ટ, રંગીન પીણાઓની તપાસ કરવામાં આવી કેમકે એપ્રિલ 2013માં ઇન્સ્ટાગ્રામમાં આ પીણાં અંગે એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પીણામાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે છે.

‘હેલ્થ ડ્રિંક’ નામની કોઇ કેટેગરી નથી

તમામ ઈ-કોમર્સ કંપનીઓને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે,“નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા એક વૈધાનિક સંસ્થા કમિશન ઑફ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (CPCR) એક્ટ 2005ની કલમ (3) હેઠળ તપાસ કરવામાં આવી છે. CRPC એક્ટ 2005ની કલમ 14એ તારણ કાઢ્યું છે કે FSS એક્ટ 2006, FSSAI અને Mondelez India Food Pvt Ltd દ્વારા સબમિટ કરેલા નિયમો હેઠળ કોઈ પણ ‘હેલ્થ ડ્રિંક’ વ્યાખ્યા કરવામાં આવી નથી.” વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તમામ ઈ-કોમર્સ કંપનીઓને એક એડવાઈઝરી દ્વારા જણાવ્યું હતું. ”

‘સ્વાસ્થ્યવર્ધક શું છે અને શું બિનઆરોગ્યપ્રદ છે તે વ્યાખ્યાયિત કરો’

બાળરોગ વિશેષજ્ઞ અને ન્યૂટ્રીશ્યનિસ્ટ ડૉ. અરુણ ગુપ્તા જેવા તબીબી જગતના નિષ્ણાંતો આ પ્રકારની પબ્લિત ઇન્ટરેસ્ટના પગલાંઓને વખાણી રહ્યાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઑફ ઇન્ડીયા (FSSAI) દ્વારા વ્યાખ્યાયિત નથી કરાયું કે હેલ્થ ડ્રિન્ક શું છે. મારા મતે પહેલાં એ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે સ્વસ્થ ભોજન અને પેય પદાર્થ એટલે શું સાથે જ એ પણ વ્યાખ્યાયિત કરવું જોઇએ કે બિનઆરોગ્યપ્રદ ખોરાક અને પીણાં કયા છે અને એક સીમા પણ મર્યાદિત કરવી જોઇએ જેના આધારે સરકાર નિયમોનું એક માળખું તૈયાર કરવું જોઇએ. આ પ્રકારના ઉત્પાદનોની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાથી ઘણો લાભ થઇ શકે છે. ડૉ. ગુપ્તા વધુમાં જણાવે છે કે, એક લેબલ પણ હોવું જોઇએ જેમાં જણાવવું જોઇએ કે પ્રૉડક્ટમાં ખાંડ, મીઠું કે સોડિયમ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ વધારે છે. જેથી લોકોને એક વિકલ્પ પસંદ કરવામાં સરળતા રહે.

હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વાત કરતી વખતે દિલ્હીના અખિલ ભારતીય આર્યુવેદ સંસ્થાનના કાર્ડિયોલૉજી અને SET (સ્કિલ, ઇ-લર્નિંગ, ટેલિમેડિસિન) ફેસેલિટી વિભાગના સલાહકાર ડૉ. અવધેશ ચંદ્ર જણાવે છે કે જે લોકોને બોર્નવિટા પીવડાવવામાં આવ્યું છે અને જેમને પીવડાવવામાં નથી આવ્યું તેમના પર એક અભ્યાસ થવો જોઇએ.જો કે ડૉ. ચંદ્રા એવું પણ જણાવે છે કે,“વાસ્તવિક પરિસ્થિતિમાં આ પ્રકારનો અભ્યાસ થવો અશક્ય છે. મને એ માતાપિતા પર દયા આવે છે કે જેઓએ પોતાના બાળકોને આ પ્રકારના ડ્રિંક્સ આપે છે. વિકાસશીલ ઇકોનોમીમાં આવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે પણ વ્યક્તિએ સમજી વિચારીને વિકલ્પોની પસંદગી કરવી જોઇએ અને બેલેન્સ ડાયટની વ્યાખ્યા પણ સમજવી જોઇએ.”

બેંગ્લોરની ઘી હૉસ્પિટલના બાળરોગ વિભાગના વિશેષજ્ઞ ડૉ. સુપ્રજા ચંદ્રશેખરનું કહેવું છે કે બોર્નવિટા જેવું પાઉડર જો ઘણી પેઢીઓને આપવામાં આવ્યું છે તે માત્ર ખાંડયુક્ત પીણું છે. તેઓ જણાવે છે કે,”પહેલા માતાપિતા ધ્યાન રાખતા કે તેમનું બાળક દરરોજ બે ગ્લાસ આ પ્રકારનું દૂધ પીએ જો કે હવે આપણને સમજાયું છે કે તેમાં પોષકતત્વો ઓછા છે, તેનાથી કોઇ પણ સ્વાસ્થ્ય લાભ થતો નથી અને તે માત્ર એક કાર્બોહાઇડ્રેટેડ પીણું છે. હવે રીતે આપણા શરીરમાં ખાંડનું પાચન બદલાયું છે કેમકે સમયથી સાથે આપણી લાઇફસ્ટાઇસ બદલાઇ છે.

તો શું પાછલી પેઢીના માતાપિતાએ દૂધમાં આ પાઉડર મિક્સ કરીને કોઇ ભૂલ કરી ?

બેંગ્લોરમાં આવેલા ઇન્ડિયન ડાયટેટિક્સ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ પ્રિયંકા રોહતગી આ અંગે જણાવે છે કે એવું નથી કે, “માતાપિતાએ જાણીજોઇએને આવું કર્યું છે તે સમયે નાસ્તાની કેટેગરીના પદાર્થોમાં ખાંડનું પ્રમાણ આટલું વધારે ન હતું. અત્યારના સમયમાં કુકીઝ, મફીન, કેક્સ, ડોન્ટ્સમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આથી તે સ્વાસ્થય માટે હાનિકારક છે.”

ડૉ. ચંદ્રશેખર જણાવે છે કે બોર્નવિટા અને તેના જેવા પદાર્થોની જગ્યાએ માતાપિતાએ પોતાના બાળકોને સાદું દૂધ, દહીં, ફળ સાથે દૂધ, સૂકા મેવા સાથે દૂધના શેક જેવા વિકલ્પો આપવા જોઇએ. તેઓએ એવું પણ જણાવ્યું કે, “જેટલું આપણે પેકેજ્ડ ફૂડથી દૂર રહીશું તે વધુ સારો વિકલ્પ છે. આ વિકલ્પ સુવિધા માટે છે અને આ સુવિધા જીવલેણ બની શકે છે.”

ડૉ. ચંદ્રશેખર જણાવે છે કે એનર્જી ડ્રિંક વધુ એક ખોટી માન્યતા છે જે તમને કોઇ જ એનર્જી નથી આપતી પણ તે કેફીનથી ભરેલું છે અને તેની આદત પડી જાય છે.

ખાંડ યુક્ત પીણાં તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે ?

ગળ્યા પીણાંથી બાળકો અને મોટા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. દિલ્હીના ન્યુટ્રીશ્યનિસ્ટ રિતિરા દુઆ જણાવે છે કે આ પીણાં બાળકોને થોડું વધારે જ અસર કરે છે.

વજન વધવું અને ઑબેસીટી : વધુ ખાંડ વાળા આ પીણા વધારે લેવાથી બાળકોનું વજન વધવા લાગે છે અને ઑબેસીટીમાં પરિવર્તિત થઇ શકે છે. વધતું વજન અનેક સમસ્યાઓ સાથે જોડાયેલું છે જેમકે હૃદય રોગ, લિવરની સમસ્યા, ડાયાબિટીસ અને હાડકાઓની સમસ્યા વગેરે.

હૃદય રોગ : વધારે ખાંડ વાળા પીણાંથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે જેનાથી હૃદય રોગની શક્યતાઓ વધી જાય છે. આ ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીઓ હાર્ટએટેકનું કારણ બની શકે છે.

દાંતનો સડો : ગળ્યા પદાર્થોના કારણે મોઢામાં બેક્ટેરિયા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જે દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડે સાથે જ દાંતમાં સડો પણ થાય છે.

ફેટી લિવર : વધારે ખાંડ ખાવાથી ફેટી લિવર થઇ શકે છે. લિવરમાં ચરબી જમા થવા લાગે છે. ફેટી લિવરની સ્થિતિ લિવરની કાર્ય કરવાની ક્ષમતા ઘટાડે છે.

ટાઇપ 2 ડાયાબિટીસ : વધારે ગળ્યા પદાર્થો ખાવાથી ટાઇપ – 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે જેના કારણે પુરતી માત્રામાં ઇન્સ્યુલિન બનતું નથી.

યાદ રાખવા જેવા મુદ્દા

10 એપ્રિલે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઈ-કોર્મસ સાઇટ્સને બોર્નવિટા સહિતના પીણાને હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી હટાવી દેવાનો નિર્દેષ કર્યો. એડવાઇઝરીમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા હેલ્થ ડ્રિંકને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. નિષ્ણાતો ઉમેરે છે કે માતાપિતાએ સંતુલિત આહારને ધ્યાનમાં રાખીને તેમના બાળકોને આરોગ્યપ્રદ પીણા તરીકે શું આપવું તે અંગે જાગૃત રહેવું જોઈએ.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.