728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

બ્રા પહેરવી જોઇએ કે નહીં ?
8

બ્રા પહેરવી જોઇએ કે નહીં ?

શું બ્રા પહેરવી એ તબીબી જરૂરિયાત છે કે માત્ર વ્યક્તિગત પસંદગી? જ્યારે તમારા માટે શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવાની વાત આવે, ત્યારે નિષ્ણાતોની વાત સાંભળો

સમીના મુસ્તફા કે જે હોસ્પિટલના રૂમમાં તેના બાળકને સ્તનપાન કરાવે છે અને સ્તનપાન સલાહકારની સલાહને અવિશ્વાસથી જૂએ છે. નિષ્ણાતે આ નવી માતાને સ્તનપાન કરાવતી વખતે બ્રા ન પહેરવાની સલાહ આપી છે પરંતુ સમીના તેનાથી કમ્ફર્ટેબલ નથી. તે કિશોરાવસ્થામાં હતી ત્યારથી જ તેને બ્રા પહેરવાનું શીખવવામાં આવ્યું હતું અને તેની માતાની ચેતવણીને યાદ કરતા કહે છે કે જો તે બ્રા નહીં પહેરે તો તેના સ્તન નમી જશે. આ ઉપરાંત, તે તેના સ્તનના વધતા આકાર અને દૂધ વિશે પણ ચિંતિત છે.

તો બીજી બાજુ હર્ષિતા પોલ જેવા યુવાનો, ગોવાની 23 વર્ષની વિદ્યાર્થીની જે માને છે કે પિતૃસત્તાક દબાણ અને તેના તરફ લોકોના અનવોન્ટેડ અટેન્શનથી દૂર રહેવા માટે તેની માતાએ તેને ચેતવી હતી. તે માઈલી સાયરસ અને રીહાન્ના જેવી અનેક હસ્તીઓ સાથે બ્રાલેસ બ્રિગેડમાં જોડાઈ છે. તેઓ જણાવે છે કે,”તે મારી પસંદગી છે.”

પિતૃસત્તાક માનસિકતાનો વિરોધ કરવો, બ્રા પહેરીને સ્તનને ટેકો આપવો અથવા બ્રા ન પહેરવી એ મહિલાઓની પસંદગીનો વિષય છે. હેપ્પીએસ્ટ હેલ્થએ બ્રા પહેરવા કે ન પહેરવાથી સ્વાસ્થ્ય સંબંધી અસર વિષય પર નિષ્ણાંતો સાથે વાત કરી હતી.

ફ્રાન્સના યુનિવર્સિટી ઓફ બેસનકોનના સ્પોર્ટ્સ ડૉક્ટર જીન-ડેનિસ રોઇલોનએ 15 વર્ષ સુધી, 18 થી 35 વર્ષની વયની 300 મહિલાઓના સ્તનોનો અભ્યાસ કર્યો. જો કે આ અભ્યાસ અનિર્ણિત હોવા છતાં, એક રેડિયો કાર્યક્રમ દરમિયાન રુઈલે ધ્યાન દોર્યું હતું કે, તબીબી રીતે, શારીરિક રીતે સ્તનને ગુરુત્વાકર્ષણથી દૂર રાખવાના આ પ્રયત્ન ખાસ લાભદાયક નથી. બ્રા પહેરવાથી તે ઢીલા થાય છે કેમકે તે સસ્પેંશન સિસ્ટમ ખરાબ થઇ જાય છે અને રક્ત પરિભ્રમણને અસર થાય છે.

ચંદીગઢની ક્લાઉડનાઈન હોસ્પિટલના લેક્ટેશન કન્સલ્ટન્ટ રામા મહાજન જણાવે છે કે, નવી માતાઓએ સ્તનપાનના શરૂઆતના દિવસો દરમ્યાન બ્રા ન પહેરવી જોઇએ છે. તે‘કાંગારૂ મધર કેર’ નામની પ્રેક્ટિસ વિશે વાત કરી છે જ્યાં બાળકને જન્મ આપ્યાના પહેલા 3 થી 4 દિવસ સુધી બાળક કોઇ કપડું ન પહેરાવવું અને તેને માતાની ખુલ્લી છાતી પર લાંબા સમય સુધી વખત મુકવું જોઇએ જેથી તેમના વચ્ચે બોન્ડિંગ અને હીલિંગ વધે.

બ્રા પહેરો પણ યોગ્ય સાઇઝની

દિલ્હીની ફિઝિયોથેરાપિસ્ટ ડૉ.પ્રતિભા ચક્રવર્તી કહે છે,“જ્યારે સ્તનને સપોર્ટ નથી હોતો, ત્યારે તેના કદ ગમે તે હોય પણ તેમના વજનને કારણે ખભાના સ્નાયુઓ આગળ ખેંચાય છે અને છાતીના સ્નાયુઓને કડક બને છે.આનાથી પીઠ અને ગરદન પર સ્ટ્રેસ આવે છે.” પરંતુ તે જણાવે છે કે ઉપરની પીઠ અને ફેફસામાં હલનચલન સાથે સમસ્યાઓ ટાળવા માટે બ્રાનો આકાર અને પ્રકાર યોગ્ય હોવો જોઈએ.

મહાજન સ્તનપાન દરમિયાન ચુસ્ત અને અન્ડર વાયર બ્રા પહેરવા સામે ચેતવણી આપે છે. જેથી દૂધની નળીઓ બ્લોક ન થાય અને માસ્ટાઇટિસ (ચેપને કારણે સ્તનમાં સ્તનધારી ગ્રંથિની બળતરા) ટાળી શકાય. તેઓ સ્તનોને ટેકો આપવા માટે મેટર્નિટી બ્રા પહેરવાનું સૂચન કરે છે

મુંબઇની ફોર્ટિસ હિરાનંદાની હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ.ઉમા ડાંગી વધુ એક માન્યતાનું ખંડન કરે છે કે ધોયા વગરની બ્રા પહેરવાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે પરંતુ સ્તન કેન્સર નહીં.

બ્રા: વર્કઆઉટ કરતી વખતે જરૂરી છે?

ડૉ.ચક્રવર્તી બ્રા વગર કસરત કરવા સામે ચેતવણી આપે છે. તેઓ જણાવે છે કે,”વર્કઆઉટ કરતી વખતે, સ્તનનું હલનચલન ખૂબ જ થાય છે અને આ વખતે જો તેમને ટેકો ન આપવામાં આવે તો તેમના સ્નાયુઓને નુકસાન થાય છે, જેનાથી સ્તન અને પીઠનો દુખાવો થાય છે.”

વર્કઆઉટ કરતી વખતે બ્રા પહેરવાનું બીજું કારણ આપતા તેઓ જણાવે છે કે,” બ્રા ન પહેરવાથી સ્તનનું વધારાના વજન કસરત કરતી વખતે વ્યક્તિ ઝડપથી થાકી શકે છે” તેઓ જણાવે છે કે, સ્તનોનું હલનચલન ઘટાડવા માટે બંને બાજુએ પહોળા પટ્ટા અને સહાયક બેન્ડ સાથે સ્પોર્ટ્સ બ્રાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે.

યાદ રાખવા જેવા મુદ્દા

  • બ્રા ન પહેરવાથી તમારા સ્તન વધારે હલતા નથી અને તેનાથી સ્તન કેન્સર પણ થતું નથી. પરંતુ તે ખરાબ બૉડી પૉશ્ચર અને શરીરના દુખાવા તરફ દોરી શકે છે.
  • શ્વાસ યોગ્ય રીતે લઇ શકાય તે માટે યોગ્ય કદ અને આકારની બ્રા પહેરવી જોઇએ છે.
  • ખાસ કરીને સ્તનપાન દરમ્યાન ચુસ્ત/અંડરવાયરવાળી બ્રા ટાળવી જોઈએ.
  • વર્કઆઉટ કરતી વખતે બ્રા પહેરવી જરૂરી છે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.