728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ડાયાબિટીસ છે તો કેરી ખાઇ શકાય ?
10

ડાયાબિટીસ છે તો કેરી ખાઇ શકાય ?

ડાયાબિટીસ હોય તે લોકો પણ કેરી ખાઇ શકે છે પણ એક નિશ્ચિત પ્રમાણમાં. તેની સાથે તેઓએ પોતાના ખોરાકમાં કાર્બ્સનું પ્રમાણ ઘટાડવું જોઇએ અને ફાઇબરનું પ્રમાણ વધારવું જોઇએ.

Fiber-rich foods like whole grains, vegetables, or nuts can slow down the absorption of sugar from the mango.

ઊનાળામાં ફળોના રાજા એટલે કે કેરી ખાવાની ઇચ્છા સૌ કોઇને થાય પણ જે લોકોનું શુગર લેવલ વધારે હોય એટલે કે ડાયાબિટીસ હોય તે લોકોને હંમેશા સવાલ રહે છે કે તેમણે કેરી ખાવી જોઇએ કે નહીં. જો તમે કેરી ખાઓ પણ છો તો તમારે થોડું સચેત રહેવાની જરૂર છે. જો કે તમારે આ અંગે વધારે ચિંતા કરવાની જરૂર નથી નિષ્ણાંતો પાસે તેનો પણ ઉકેલ છે. જો તમે થોડી સાવધાની રાખશો તો તમે કેરીનો પણ આનંદ માણી શકશો. દિલ્હી સ્થિત ડાયાટિશિયન અવની કૌર જણાવે છે કે ડાયાબિટીસ હોય તે લોકો પોતાના બેલેન્સ ડાયટ સાથે કેરીનો આનંદ માણી શકે છે. કૌર જણાવે છે કે, “કેરી ખાતા પહેલાં ફાયબર, હેલ્થી ફેટ અને લીન પ્રોટીનથી ભરપૂર નાસ્તો લેવાની સાથે કેરી ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ”

કેરી ખાતા પહેલાં કાર્બ્સ ઓછા કરો અને ફાયબરથી ભરપૂર ખોરાક લો

કાર્બ્સમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડશુગરને વધારી શકે છે એટલા માટે જેમનું બ્લ્ડશુગર વધારે હોય તેઓએ કાબ્સ ખાતી વખતે સચેત રહેવું જોઇએ. દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલના એન્ડોક્રિનોલોજી વિભાગના સિનયર કંન્સલ્ટન્ટ ડૉ. રિચા ચતુર્વેદી જણાવે છે કે કેરી ખાતા પહેલાં ફાયબર યુક્ત ખોરાક લો. ફાયબર તમારું પેટ ભરેલું રાખશે અને તમે વધારે કેરી નહીં ખાઓ.

ડાયાબિટીક વ્યક્તિએ કેરી ખાતા પહેલાં બેલેન્સ ડાયટ લેવું જોઇએ જેમાં પ્રોટીન અથવા ફાયબર યુક્ત ખાદ્યપદાર્થો હોય જેથી બ્લડશુગરમાં થતા વધારાને રોકી શકાય. બેંગલુરૂ સ્થિત ન્યુટ્રીશ્યનિસ્ટ પલક પુનામિયા આ અંગે જણાવે છે કે,” આખું અનાજ, શાકભાજી અને સૂકામેવા જેવા ફાયબર યુક્ત ખાદ્યપદાર્થો ગ્લુકોઝનું શોષણ ધીમું કરી દે છે. જેના કારણે લોહીમાં વધતા ગ્લુકોઝને રોકી શકાય છે. “ તેમના આ મતને સહમતી આપતા ચેન્નઇની ગ્લેનીગલ્સ હૉસ્પિટલના કન્સલટન્ટ એન્કોલોજીસ્ટ ડૉ. ગુરૂલક્ષ્મી મૂર્તિ જણાવે છે કે લાઇટ ભોજન લેવું ખૂબ જ જરૂરી છે કેમકે કેરી ખાતા પહેલાં ભારે ભોજન લેવાથી ગ્લુકોઝ લેવલમાં ઝડપથી વધારો થઇ શકે છે.

સાચો સમય

કૌલ જણાવે છે કે, ફાયબર યુક્ત ભોજન અને કેરી ખાવા વચ્ચે 30 થી 60 મિનીટનું અંતર રાખો. આ વાતને સહમતિ આપતા ડૉ. મૂર્તિ ચેતવણી આપતા ડૉ. મૂર્તિ જણાવે છે કે રાત્રે કેરી ન ખાવી જોઇએ કેમકે રાત્રે જમીને આપણે સુઇ જવાના છીએ જેના કારણે બ્લડશુગર વધી જાય છે. આથી બપોરે ભોજનમાં અથવા નાસ્તામાં કેરી ખાઇ શઇ શકાય પણ રાત્રે સૂતા પહેલાં નહીં. કેરી ખાધા પછી થોડું ચાલી લેવાથી કેલેરી બર્ન થઇ જાય છે.

ડાયાબિટીક લોકોએ સંયમ જાળવવો

ડૉ. મૂર્તિ જણાવે છે કે રોટલી કે ભાતની જગ્યાએ કેરી ખાઇ શકાય છે. ડૉ. મૂર્તિ જણાવે છે કે, દાખલા તરીકે ભાતની માત્રા ઓછી કરો અને બે તૃતિયાંશ કપ કેરી ખાઓ. કેરીના ટુકડા અને આકારમાં વિવિધતા એક બીજા કરતાં અલગ અલગ હોઇ શકે છે. આથી ડૉક્ટર્સ જણાવે છે કે કેરી બે તૃતિયાંશ કપથી વધારે ન ખાવી જોઇએ અને એક દિવસમાં એક વખતથી વધારે નહીં

કૌલ જણાવે છે કે પોર્શન કંટ્રોલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૌલ જણાવે છે કે, “કેરીના એક સર્વિંગમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે.” નાના આકારની અને સંતુલિત કેરી ખાવાથી બ્લડ શુગર જાળવવામાં મદદ મળે છે.

સાથે જ કેરી સાથે સૂકામેવા, સીડ્સ અથવા એવાકાડો પણ ખાઇ શકાય જેથી બ્લડ શુગર ઝડપથી ન વધે. ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળી કેરી ખાઓ. કૌલ જણાવે છે કે લંગડા અને તોતાપૂરી જેવી કેરીમાં અલ્ફાંઝો કેરી જેવી મિઠાશ નથી હોતી.

આટલી વાતોનું રાખો ધ્યાન

  • કેરી ખાધા પછી બે ક્લાક પછી તમારું બ્લડ શુગર ચેક કરો
  • એક સાથે એકથી વધારે ફ્રૂટ ન ખાઓ
  • મિલ્કશેક અથવા જ્યૂસમાં ખાંડ કે દૂધ મિક્સ ન કરો
  • મિઠાઇ ખાધા પછી કેરી ન ખાઓ. તમારા ફળને ડેઝર્ટ તરીકે ખાઓ
  • કેરી ખાતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો જો તમારું બ્લડશુગર અનિયંત્રિત રહેતું હોય તો.

યાદ રાખો

ડાયાબિટીક લોકોએ ઉનાળામાં કેરીથી દૂર રહેવાની જરૂર નથી પણ તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. ફાઇબર, હેલ્થી ફેટ અને લીન પ્રોટીન તમારું બ્લડશુગર જાળવવામાં મદદ કરશે. બે તૃતિયાંશ અથવા પોણો કપથી વધારે કેરી ન ખાઓ કેમકે કેરીની માત્રા જાળવવી જરૂરી છે સવારના નાસ્તા અને બપોરના જમવામાં કેરી લો રાત્રે કેરી ખાવાનું ટાળો.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.