728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

હાર્ડ સોલ કે સોફ્ટ સોલ શુઝ : તમારા પગ માટે શું સારું
6

હાર્ડ સોલ કે સોફ્ટ સોલ શુઝ : તમારા પગ માટે શું સારું

નિષ્ણાંતો જણાવે છે કે હાર્ડ સોલના શુઝ પહેરવા કે સોફ્ટ સોલના શુઝ પહેરવા તે તમારી દિવસભરની એક્ટિવિટી પર આધાર રાખે છે.

શુઝ આપણા રોજબરોજના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ છે. કોઇ ફંક્શન હોય અથવા રોજબરોજનું જીવનમાં તેનું કંફર્ટેબલ હોવું ખૂબ જ જરુરી છે. કેટલાક લોકો એકદમ પોચા સોલ પહેરવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો હાર્ડ સોલ પહેરવાનુ પસંદ કરે છે. નિષ્ણાંતો જણાવે છે કે ઘણા પરિબળોને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરવી જોઇએ અને તે અંગેનું જાગૃતતા પણ જરૂર છે.

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સ, નવી દિલ્હીના ઓર્થોપેડિક્સ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જન અને સિનિયર કન્સલ્ટન્ટ, ડૉ. યશ ગુલાટી જણાવે છે,“માનવ પગની રચના ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. જ્યારે તમે સપાટ સપાટી અથવા અસમાન ભાગ પર દોડો છો અથવા ચાલતા હોવ ત્યારે તે ઘણું વજન સહન કરે છે. વિવિધ પ્રકારની હલનચલનથી ઘણા બધા સાંધાઓનું પણ હલનચલન થાય છે સાથે જ ઘણા સ્નાયુઓ શરીરનું પોશ્ચર જાળવવામાં મદદરૂપ થાય છે.”

કોઇ પણ વ્યક્તિ કેવા પ્રકારના ફૂટવેર પસંદ કરવા જોઇએ તેનો આધાર તેના પગના આકાર પર રાખે છે.આ અંગે ડૉ. ગુલાટી કહે છે કે,”જ્યારે વ્યક્તિના પગનો આકાર સામાન્ય હોય છે, ત્યારે એવી પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે કે પગની પંજાનો આર્ચ આકાર નાનો બને અથવા અથવા ખૂબ જ વધારે બને છે. આથી અમે દરેક વ્યક્તિના પગના આકાર પ્રમાણે યોગ્ય ફૂટવેર સૂચવીએ છીએ.”

સોફ્ટ સોલ શૂઝના ફાયદા અને ગેરફાયદા

જ્યારે કોઇ પણ ખૂબ જ લાંબુ ચાલવાની યોજના બનાવી રહ્યાં હોય ત્યારે સોફ્ટ સોલ ધરાવતા શુઝ પહેરવા જોઇએ. બેંગલોરની એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગના એચઓડી અને મુખ્ય સલાહકાર, ડૉ. કુમારદેવ અરવિંદ રાજમાન્યા જણાવે છે કે, “જ્યારે તમે કડક અથવા સહેજ અસમાન સપાટી પર ચાલતા હોવ ત્યારે નરમ ફૂટવેર પહેરવા જોઈએ કારણ કે તે તમારા પગને અનુરૂપ રહેશે છે અને પગની આસપાસ કોઈ પણ નુકસાન થવા દેશે નહીં.”

સોફ્ટ સોલ ફૂટવેર પહેરવાના ફાયદા

આરામ અને વજનનું યોગ્ય વિતરણ: સોફ્ટ સોલ શુઝ તમને આરામદાયક અનુભવ આપશે છે, તેનાથી પગમાં કુશનિંગ રહે છે અને અગવડતા થતી નથી. ડૉ. રાજમાન્યા કહે છે કે, “તે પગ પર સમાનરૂપે વજન વહેંચવામાં મદદ કરે છે અને પગના ચોક્કસ વિસ્તાર પર ભાર પડતો ઘટાડે છે, જે આગળ જતા પીડા તરફ દોરી શકે છે.”

ફ્લેક્સિબિલીટી: તેના કારણે પગમાં ફ્લક્સિબિલિટી રહે છે અને પ્રાકૃતિક રીતે હલનચલન થવામાં મદદ મળે છે.ડૉ. રાજમાન્યા જણાવે છે કે, “રુધિરાભિસરણ સમસ્યાઓ ધરાવતા લોકો માટે, નરમ અને લવચીક પગરખાં આદર્શ છે કારણ કે તે પગની આસપાસની રક્ત વાહિનીઓના સંકોચનને અટકાવે છે, જે આગળ જતાં ક્ષતિગ્રસ્ત રક્ત પરિભ્રમણ તરફ દોરી શકે છે.”

પગને લાગતા થડકાનું શોષણ: ડૉ ગુલાટી કહે છે કે,“જ્યારે આપણે ચાલીએ કે દોડીએ ત્યારે પગ પર વજન આવે અને આંચકો આવે છે. તેથી,આ આંચકાને શોષી શકે તેવા પગરખાને પસંદ કરવા એ એક સારો વિકલ્પ છે. આથી કડક સોલ કરતાં સોફ્ટ જેલી જેવો સોલ પસંદ કરવો જોઇએ. આ કારણથી, સ્પોર્ટ્સ શૂઝ હળવા અને નરમ હોય છે. પગને લાગતા આ આંચકા, સ્ટ્રેસનું કારણ બની શકે છે.

સોફ્ટ સોલ ફૂટવેર પહેરવાના ગેરફાયદા

આર્કના સપોર્ટનો અભાવ: સોફ્ટ સોલ્સવાળા શુઝમાં પગનો યોગ્ય આર્ક જળવાતો નથી.જેથી સપાટ પગ ધરાવતી વ્યક્તિઓ માટે તકલીફનું કારણ બની શકે છે. ડૉ.રાજમાન્યા ચેતવણી આપે છે કે,” જે લોકોને બેલેન્સની સમસ્યા ધરાવે છે તે લોકોમાં સોફ્ટ ફૂટવેરનો ઉપયોગ કરતી વખતે પડી જવાની શક્યતા રહે છે.”

સ્થિરતા ઘટવી : સોફ્ટ સોલના શુઝ રમતગમત અથવા ભારે શારીરિક કાર્ય જેવી પ્રવૃત્તિઓમાં પૂરતો સપોર્ટ કરી શકતા નથી.

સંરક્ષણનો અભાવ: આવા શુઝ સંભવિત જોખમો અથવા ખાડાખડિયા વાળી જગ્યાએ પગને પૂરતું રક્ષણ આપી શકતા નથી. “જે લોકોએ વિવિધ કારણોસર તેમના પગની આસપાસ સંવેદનાઓ ઓછી કરી છે તેમને સુરક્ષિત રાખવાની જરૂર છે; સોફ્ટ ફૂટવેર એ હેતુ માટે આદર્શ ન હોઈ શકે,” ડૉ. રાજમાન્યા શેર કરે છે.

હાર્ડ સોલ શૂઝના ફાયદા અને મર્યાદાઓ

હાર્ડ સોલના શૂઝ સ્થિરતા અને પગને ટેકો આપે છે, જે તેમને વેઇટલિફ્ટિંગ અને અન્ય કેટલીક રમતો રમતી વખતે મદદ કરે છે. તદુપરાંત, જે લોકોને પોતાની કામ કે નોકરી દરમ્યાન લાંબા સમય સુધી ઉભા રહેવાનું કે ચાલવાનું હોય છે તેમના માટે હાર્ડ સોલના શુઝ વધારે સારો વિકલ્પ છે.

વધુમાં, સપાટ પગ ધરાવતા લોકોને હાર્ડ સોલ વાળા ફૂટવેર પગેના આર્ચને વધુ સારો સપોર્ટ કરી શકે છે અને સ્ટેબિલીટી આપે છે. ડૉ. ગુલાટી જણાવે છે કે,”અસામાન્ય પગની રચના ધરાવતા લોકો માટે, કેટલાક મશીન્સ હોય છે જે તેમના પગ પર વજનથી પડતા ડિસ્ટર્બન્સને માપી શકે છે. તેઓ હાર્ડસોલ અથવા ઓર્થોટિક સોલ્સનો ઉપયોગ કરી શકે છે જેથી તેમના પગ ફ્લેક્સીબિલીટી અનુભવશે.”

હાર્ડ સોલ ફૂટવેર પહેરવાના ફાયદા

પગની સ્થિરતા વધે છે: સખત તળિયા આપે છે તે વધેલી સ્થિરતા તેમને એવી પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનાવે છે કે જેનાથી આગળ વધવા માટે મજબૂત પાયાની જરૂર હોય. તેઓ ઓલિમ્પિક વેઇટલિફ્ટિંગ,હાઇકિંગ અને કન્સ્ટ્રક્શન વર્ક માટે આદર્શ છે.

આર્ક સપોર્ટ: તે સામાન્ય રીતે પગના આર્કને વધુ સારી રીતે સપોર્ટ કરે છે, પગની યોગ્ય ગોઠવણીમાં મદદ રુપ થાય છે અને ચોક્કસ સ્થિતિઓનું જોખમ પણ ઘટાડે છે. ડૉ. ગુલાટી કહે છે કે,” જેમના પગમાં ડિફોર્મિલટી હોય તેમના માટે ઓર્થોટિક ઇન્સોલ્સ સખત હોવા જોઈએ. તે પગને ઇચ્છિત આકારમાં લાવવામાં મદદ કરે છે અને શરીરના પગ પર આવતા વજનના વિતરણને સરળ બનાવે છે,”

સંરક્ષણ: ડૉ. રાજમાન્યા કહે છે કે,“હાર્ડ ફૂટવેર પગને સ્થિરતા,રક્ષણ અને ટેકો આપે છે. તેથી, તમારા પગને કોઈપણ નુકસાનથી બચાવવા માટે ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ માટે આવા જૂતાનો ઉપયોગ કરવો જોઈએ.”

હાર્ડ સોલ ફૂટવેર પહેરવાના ગેરફાયદા

આછી ગાદી: હાર્ડ સોલમાં ગાદીનો અભાવ ચાલતી વખતે લાગતા થડકાના શોષણમાં ઘટાડો કરે છે, જે લાંબા સમય સુધી ઊભા રહેવા અથવા ચાલવામાં અસ્વસ્થતા ઉત્પન્ન કરી શકે છે.

મર્યાદિત ફ્લેક્સિબિલિટી : હાર્ડ સોલના શુઝ સામાન્ય રીતે થતી પગની હલનચલનને પ્રતિબંધિત કરી શકે છે, જેથી તેની ફ્લેક્સિબિલિટી અને ગતિને અસર થાય છે.

વધુ વજન: આવા શુઝ ભારે હોય છે. જે લોકો હળવા ફૂટવેર પસંદ કરે છે તેમના માટે આ એક ખામી હોઈ શકે છે

હાર્ડ સોલ કે સોફ્ટ સોલ શુઝ: કેવી રીતે પસંદ કરવું?

ડૉ. ગુલાટી કહે છે,”સામાન્ય પગની રચના ધરાવતા લોકોએ ઓછા વજનવાળા,ચાલતી વખતે લાગતા થડકાને શોષી શકે તેવા અને પગના આકારને અનુરૂપ એવા જૂતા પહેરવા જોઈએ.” બીજી બાજુ, પગની ખાસ સ્થિતિ ધરાવતા લોકોએ તેમના આરોગ્યનું ધ્યાન રાખીને તે પ્રમાણેના ફૂટવેર પહેરવા જોઈએ.સાથે લોકોએ તેમની દિવસની પ્રવૃત્તિઓના આધારે પણ ચંપલની પસંદગી કરવી જોઈએ.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.