728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

એક બીહુ ડાન્સર કે જે 35 એલર્જીને કરે છે મેનેજ
1

એક બીહુ ડાન્સર કે જે 35 એલર્જીને કરે છે મેનેજ

મૌસુમી પાઠક અસ્થમાની સાથે 35 એલર્જી ધરાવે છે, પરંતુ તેમ છતાં તે એક્ટિવ લાઇફ સ્ટાઇલ જીવી રહી છે.

વર્ષ 1995માં, મૌસુમી પાઠક ઉત્તરપૂર્વ ભારતમાં ગુવાહાટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. તે યુનિવર્સિટીમાં હતી ત્યારે, તેણીએ જોયું કે તે સતત છીંક ખાતી હતી અને હંમેશા તેનું નાક વહેતું હતું. તેની ત્વચામાં પણ ઘણી ખંજવાળ આવતી હતી. તે સમજી ન શકી કે આસામના ભેજવાળા ઉનાળો આવું થવાનું કારણ હતું.

આ બિહુ નૃત્યાંગના (એક આસામી લોક નૃત્ય), હેપ્પીએસ્ટ હેલ્થ સાથે ટેલિફોનિક કૉલ પર જણાવ્યું કે, જ્યારે આ વધુ વારંવાર બન્યું, ત્યારે તેણી સ્થાનિક ડૉકટર્સ એક પાસે ગઈ તેમણે જે કહ્યું તે સ્વિકારવા તૈયાર ન હતી. “એલર્જી મારા જીવનમાં અણગમતા મહેમાનોની જેમ દેખાઈ. તે સમયે, મને એવું પણ લાગ્યું ન હતું કે આ એક સંપૂર્ણ સામાન્ય જીવનને વિક્ષેપિત કરનાર હતી જે હું જીવી રહી હતી.”

એલર્જી અંગે જાણવું
થોડા વર્ષો વીત્યા, અને તે દિવસભર એલર્જી વિરોધી દવાઓ અને નાકમાં ટીપાં નાંખવા પર વધુને વધુ નિર્ભર બની ગઈ. તેણે વધુમાં જણાવ્યું કે, “એલર્જીને લીધે મને સતત થાક લાગતો. હું મારી આખા જીવનને શારીરિક રીતે ફિટ રહી હતી અને હવે હું સમજી શકતી ન હતી કે મારી સાથે આવું કેમ થાય છે”

અસંખ્ય ડૉકટર્સની સલાહ લીધા પછી અને કોઈ ઉકેલ ન મળ્યા પછી, તેણીએ સારવારના વિકલ્પ શોધવા માટે નવી દિલ્હીમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ની મુલાકાત લેવાનું નક્કી કર્યું. “જ્યારે મારી પર 35 વિવિધ એલર્જ માટે પરીક્ષણ થયું ત્યારે ડૉકટર્સ ને પણ મારા જેવો જ આઘાત લાગ્યો. તેઓએ મને કહ્યું કે એલર્જીનો કોઈ ઈલાજ નથી અને મારે સાવચેતી સાથે તેનું નિયમમ કરવું જોઈએ. પ્રામાણિકપણે, હું તદ્દન નિરાશા થઇ હતી” જ્યારે તેને કોલ પર ઉધરસ આવે છે ત્યારે તે અસહાય અનુભવે છે. તે ઉમેરે છે કે તેને તેની મોટાભાગના એલર્જનને તે યાદે નથી.

સિઝન એલર્જીને તેને વધુ ખરાબ બનાવે છે
પાઠકને જે મુખ્ય એલર્જનથી એલર્જી છે તે ધૂળ અને પરાગ છે. “ગુવાહાટીનું વાતાવરણ એકદમ ધૂળવાળું છે અને મારા માટે દિવસ દરમિયાન બહાર ફરવા માટેનું કોઇ શ્રેષ્ઠ સ્થળ નથી, તેથી જો હું બહાર જાઉં , તો ચોક્કસપણે મારી એલર્જીની ગોળીઓ સાથે.” જો કે તે તેના મિત્રોમાં ખૂબ જ આઉટગોઇંગ છે. તે હસતા હસતા જણાવે છે કે “હું એવી વ્યક્તિ તરીકે ઓળખું છું કે જેને સતત છીંક આવે છે!”

તે વધુમાં જણાવે છે કે “પરંતુ મારા માટે વર્ષનો સૌથી ખરાબ સમય એ છે જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે મારી એલર્જી ચરમસીમાએ પહોંચે છે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે એલર્જી કેવી રીતે સામે આવે છે, ત્યારે તે સમજાવે છે કે મોટે ભાગે તે સતત છીંક ખાય છે, ઉધરસ ખાય છે, ખંજવાળ આવે છે આંખોમાં પાણી આવે છે.

તેની એલર્જીઓ ઘણી નાની રીતે અસર કરી હતી તે તેના મનપસંદ ફૂલોને સ્પર્શ ન કરી શકે, તે વાત મનપસંદ શાકભાજી સુધી આગળ જાય. તે કહે છે, “એઈમ્સના ડૉકટર્સે મને કહ્યું કે કોઈ પણ પાતળું શાકભાજી ન ખાઓ કારણ કે તે એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે, અને તે પણ થોડા પાંદડાવાળા શાકભાજી કે જેને હું સ્વાદિષ્ટ રીતે બનાવું છું,” .

ત્યારથી, તેણી તેના આહારમાં રીંગણ, ફ્લાવર, ફ્રેન્ચ બીન્સ, લોન્ગ બીન્સ, કાકડી, બતક અને કબૂતરમાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ, કોલોકેસિયાના પાંદડા, એલિફન્ટ એપલ , રાજમા, બ્લેક આઇ બીન્સ અને ભીંડા સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓને ટાળે છે.

એલર્જી અને અસ્થમા
દિલ્હીના ડૉકટર્સએ તેને ચેતવણી આપી હતી કે એલર્જી તેને અસ્થમા તરફ દોરી શકે છે. થોડા વર્ષો પછી આ વાત સાચી પડી.

“મારા કુટુંબની સૌથી પ્રિય પરંપરાઓમાંની એક ઠંડી રાતમાં બોનફાયર પાસે બેસવાની છે. મને અસ્થમા થયો તે પછી, હું તે પણ કરી શકી નહીં. ધુમાડો મને ખાંસી અને શ્વાસ લેવા માટે હાંફવા માટે છોડી દેશે,” પાઠક કહે છે.

વીસ વર્ષ પછી, તેની એલર્જી વધુ ખરાબ થઈ છે. પાઠક સમજાવે છે કે, “એન્ટિ-એલર્જી દવાઓનો સામાન્ય ડોઝ જે હું લેતી હતી તે હવે અસરકારક નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, મારા ડૉક્ટરે ડોઝ વધાર્યો છે જેના કારણે મને સતત ચક્કર આવે છે અને સુસ્તી આવે છે. મારું વજન પણ વધ્યું છે.”

એલર્જી દૂર થઇ નૃત્ય
પાઠક કોલેજમાં હતા ત્યારે બિહુ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું અને નૃત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. હકીકતમાં, ડાન્સએ જ તેને બચાવી. તેણીએ ઉલ્લેખ કર્યો કે મેરેથોન દોડવી અને બિહુ વર્કશોપનું આયોજન કરવાથી તેણીને આનંદ મળે છે.

તે કહે છે કે, “તો જો મને એલર્જી હોય તો ? શું તેના કારણે મારું જીવન અટકી જાય છે? મને એવું નથી લાગતું,”

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.