728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ઉનાળામાં ગરમીને હારવીને કેવી રીતે રહેવું સ્વસ્થ
25

ઉનાળામાં ગરમીને હારવીને કેવી રીતે રહેવું સ્વસ્થ

પુરતું હાઇડ્રેશન, ખાટા ફળોનું સેવન અને ઉનાળા દરમિયાન વ્યાયામ જેવી આદતો આપણને સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખે છે.

Summer heat which can cause health troubles can be prevented by adequate hydration, consuming citrus fruits and exercising

સ્વચ્છ આકાશ અને સૂર્ય તેની તમામ શક્તિ સાથે ચમકતો હોવા ત્યારે ઉનાળાની ઋતુ અહીં સત્તાવાર શરુઆત થઇ જાય છે. ઉનાળો આ વિચાર આપણામાં ગભરાવે છે.

અનંત (નામ બદલ્યું છે), હૈદરાબાદનો એક વ્યક્તિ ઉનાળાની ગરમીનો ભોગ બનનાર લોકોમાંથી એક હતો. 60 વર્ષીય આ વ્યક્તિ પોતાના ઘરથી લગભગ 500 મીટર દૂર બેંકમાં રોકડ જમા કરાવવા માટે નીકળ્યા હતા. બેંક નજીક હોવાના કારણે તેણે ચાલીને જવાનું નક્કી કર્યું. તે થોડું ચાલ્યા અને પછી તેમને અસ્વસ્થતા અનુભવવા લાગી. ઘરમાં પાછા અંદર પગ મૂકતાં જ તે બેભાન થઈને ઢળી પડ્યા હતા.

ઈમરજન્સી રૂમમાં લાવવામાં આવતા, એવું જોવામાં આવ્યું કે તેનું બ્લડ પ્રેશરનું સ્તર વધી ગયું હતું અને તેની પલ્સ વધી ગઈ હતી. તેના શરીરનું તાપમાન પણ વધીને 100 ફેરેનહીટ થઈ ગયું હતું. આ સનસ્ટ્રોકનો એક સામાન્ય કેસ હતો.

ડૉ. સંદીપ ઘંટા કે જેઓ હૈદરાબાદની સિટીઝન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન કન્સલ્ટન્ટ છે અને તેમણે તેની સારવાર કરી હતી તેઓ જણાવે છે કે, “તેને નસમાં પ્રવાહી આપીને હાઇડ્રેટ કરવામાં આવ્યા હતા અને તેના શરીરને ઠંડુ કરવા માટે તેના કપાળ પર આઈસપેક મૂકવામાં આવ્યા હતા. તેમને ધીમે ધીમે ભાન આવવા માંડ્યુ અને આગામી બે કલાકમાં તેઓ સ્થિર થવા લાગ્યા.”

ઉનાળામાં હીટ સ્ટ્રોકનું કારણ શું છે?

હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોક સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળે છે.

મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. શોભા સુબ્રમણ્યમ ઇટોલીકર કહે છે, “હાયપોથાલેમસ શરીર માટે થર્મોસ્ટેટની જેમ કાર્ય કરે છે, શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. અત્યંત ગરમી સતત સંપર્કમાં રહેવાથી હાયપોથેલેમસની કામગીરી અટકાવી શકાય છે, જેના કારણે શરીરનું તાપમાન (105 F)વધે છે,”

તેઓ આગળ જણાવે છે, “શરીરમાં ઉત્પન્ન થતી ગરમી દૂર થતી નથી અને શરીરમાં સતત વધતી ગરમી હીટ સ્ટ્રોક તરફ દોરી શકે છે.”

દિલ્હીના પ્રતાપ મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન ડાયરેક્ટર ડૉ. મુકેશ મહેરાના જણાવ્યા અનુસાર, હીટ સ્ટ્રોકએ ગંભીર મેડિકલ ઇમર્જન્સી છે જેમાં તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.

“હીટ સ્ટ્રોકના કારણે બ્લડ પ્રેશર ઘટે છે, હૃદયના ધબકારા વધે છે, શરીરમાં દુખાવો થાય છે, સ્નાયુઓ ખેંચાણ આવે છે. વ્યક્તિનું કોમામાં જવું અથવા અન્ય કેટલાક અંગને નુકસાન પણ થઈ શકે છે.”

ડૉ મેહરા ઉમેરે છે કે, “શરીરમાં પાણી ઘટવા અને ઊંચા તાપમાનમાં રહેવાથી વ્યક્તિને સન સ્ટ્રોકનું જોખમ થઈ શકે છે.”

ઉનાળામાં આપણને થાક કેમ લાગે છે?

ડૉ.શોભાના જણાવ્યા અનુસાર, ડીહાઇડ્રેશન ઉનાળામાં થાકનું કારણ બની શકે છે કારણ કે આપણને ઘણો પરસેવો થાય, આપણે શરીરમાંથી પાણી અને ક્ષાર ગુમાવીએ છીએ.

પૂરતા પ્રમાણમાં પરસેવો ન થવોએ પણ ઉનાળામાં થાકનું કારણ બની શકે છે.

“પરસેવો શરીરમાં તાપમાન નિયંત્રિત કરવાની એક પદ્ધતિ છે.જ્યારે પરસેવાનું બાષ્પીભવન થાય છે, ત્યારે આપણું શરીર ઠંડું પડે છે. ભેજવાળી પરિસ્થિતિઓમાં, અમે ખૂબ પરસેવો કરી શકતા નથી.”

વધુ વિગત આપતા તેઓ જણાવે છે કે, “આ એટલા માટે છે કારણ કે હવામાં વધુ ભેજને કારણે પરસેવાનું બાષ્પીભવન થતો નથી, જેના કારણે શરીર ગરમી જાળવી રાખે છે. તેનાથી સુસ્તી પણ થઈ શકે છે.”

ઉનાળામાં ત્વચાની સમસ્યા

ત્વચાની સમસ્યાઓ વિશે વિગતવાર જણાવતા, ડૉ શોભા કહે છે કે ઉનાળો ત્વચાને શુષ્ક અને ચીકણી બનાવી શકે છે. ગરમીને કારણે ભેજ ગુમાવવાથી ત્વચા પર તિરાડ પડી શકે છે, જે તે ઇરીટેબલ બને છે.

ફોલિક્યુલાઇટિસ (ત્વચા પર નાના લાલ બમ્પ્સ)એ બીજી સમસ્યા છે જે વધુ પડતા પરસેવાને કારણે થાય છે. ડૉ. શોભા કહે છે,“વાળના ફોલિકલ્સને ઇન્ફેક્શન લગાડતા બેક્ટેરિયા અને પરસેવાની ગ્રંથિઓને અવરોધવાના કરવાના કારણે ત્વચામાં સોજો આવે છે.

તે ફોલિક્યુલાટીસ સામે પાવડરનો વધુ પડતા ઉપયોગ આપણને નિરાશ કરી શકે છે કારણ કે તે પરસેવાની ગ્રંથીઓને વધુ અવરોધે છે.

તેઓ ઉમેરે છે કે, “દિવસમાં બે વાર સ્નાન લેવાથી, સવારે અને સાંજે એક વખત,સતપ અથવા ઠંડા પાણીથી નહાવું જોઇએ જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે.

ડૉ.ઘંટા જણાવે છે કે, તડકા પ્રત્યે સંવેદનશીલ હોય તેવા લોકોને સન રેશ પણ થાય છે.

ડૉ ઘંટા જણાવે છે કે, “આ ફોડલીઓ સામાન્ય રીતે તમારા શરીરના ખુલ્લા ભાગમાં દેખાય છે, જેમ કે ચહેરો, ગરદન અને હાથ. તડકામાં જતા પહેલા યોગ્ય SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની ભલામણ કરું છે.”

ઉનાળા દરમિયાન ફૂડ પોઇઝનિંગ

ડૉ. ઘંટા, ઉનાળા દરમિયાન થતા ફૂડ પોઈઝનિંગની ઘટનાનો પણ ઉલ્લેખ કરે છે.

તેઓ જણાવે છે કે,“રેસ્ટોરન્ટ્સમાં લાંબા સમય સુધી ખોરાકનો સંગ્રહ કરાય છે. ઉનાળામાં, લાંબા સમય સુધી સંગ્રહિત ખોરાકમાં બેક્ટેરિયા વૃદ્ધિ માટે એક સારું માધ્યમ છે,જો તેને યોગ્ય તાપમાને સંગ્રહિત ન કરવામાં આવે અથવા તેને ફરીથી ગરમ કરવામાં ન આવે. આવો ખોરાક લેનારા લોકો પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો સાથે દેખાઈ શકે છે,” .

યાદ રાખવા જેવા મુદ્દા

  • ઉનાળામાં જમવાની હેલ્ધી આદતો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી દૂર રાખશે.
  • હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ફૂડ પોઇઝનિંગ એ ઉનાળા દરમિયાન સામાન્ય રીતે જોવા મળતી આરોગ્ય સમસ્યાઓ છે.
  • ઊંચા તાપમાનમાં સતત રહેવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે.
  • યોગ્ય ફેબ્રિક પહેરો, પર્યાપ્ત રીતે હાઇડ્રેટેડ રહો અને લાંબા સમય સુધી પડ્યો રહ્યો હોય તેવો રેસ્ટોરન્ટનો ખોરાક લેવાનું ટાળો આ ઉનાળા દરમિયાન સ્વસ્થ રહેવાની કેટલીક રીતો છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.