728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

એક વખતનો મેન ઑફ ધ મેચ, મેદાન પર અને બહારની વાત : કેન્સર સર્વાઈવરની આપવીતી
1

એક વખતનો મેન ઑફ ધ મેચ, મેદાન પર અને બહારની વાત : કેન્સર સર્વાઈવરની આપવીતી

વિશાલ બલ્લાલ કે જેને લ્યુકેમિયાનામના દુર્લભ પ્રકારનું કેન્સર થયું, જેણે એક ઉગતા ક્રિકેટરને સ્ટેડિયમની બહાર કર્યો

Cancer survivor and a cricketer, Vishal Ballal had to take a hiatus from cricket after diagnosed with a rare form of leukamia.

કેન્સર સર્વાઈવર અને ક્રિકેટર, વિશાલ બલાલને લ્યુકેમિયા નામના એક રેર કેન્સર હોવાની જાણ થઇ અને તેણે ક્રિકેટમાંથી વિરામ લેવો પડ્યો હતો.

“કેન્સર માત્ર એક વ્યક્તિને અસર કરતું નથી પરંતુ તેના સમગ્ર પરિવારને અસર કરે છે. જ્યારે મને કેન્સર થયું, ત્યારે એવી સ્થિતિ હતી કે જાણે મારા સમગ્ર પરિવારને તે થયું હતું. તેણે માત્ર મારું જીવન અને નિત્યક્રમ જ નહીં પણ મારી માતા, પિતા અને ભાઈનું જીવન પણ બદલાયું છે. તે માત્ર મેં જ નહીં, ટેક્નિકલ રીતે જોઇએ તો તેઓએ પણ કેન્સરને હરાવ્યું છે. તેથી, અમે બધા કેન્સરથી બચી ગયા હતાં” આ શબ્દો છે વિશાલ બલાલના કે જે 27 વર્ષનો ક્રિકેટર છે, જેને 2016માં લ્યુકેમિયા હોવાની જાણ થઇ પછી તેને ક્રિકેટની પીચમાંથી થોડો વિરામ લેવાની ફરજ પડી હતી.

બેંગલુરુમાં મણિપાલ હોસ્પિટલ દ્વારા આયોજિત કેન્સર અવેરનેસ ઈવેન્ટમાં વિશાલ અને તેની માતાએ હેપ્પીસ્ટ હેલ્થ વાત કરી હતી. આ સ્થિતિથી પીડિત લોકો માટે વિશાલની વાત ખૂબ જ અગત્યની છે. આ તે હતું જે તેના આદર્શ રાહુલ દ્રવિડે તેને અને તેના સાથી ખેલાડીઓને સમર ક્રિકેટ કેમ્પ દરમિયાન કહ્યું હતું.

“હંમેશા શાંત અને સ્થિર બનો. બિનજરૂરી આક્રમકતા તમારી એકાગ્રતા અને રમતને અસર કરશે.”

કેન્સર સામેની પોતાની લડાઈ દરમિયાન આ શબ્દોની તેના પર ઊંડી અસર પડી હતી.

તાવ, જેણે મારું જીવન બદલી નાખ્યું

માર્ચ 2016માં, વિશાલ ક્લાઉડ નાઇન પર હતો કારણ કે તેને વિશ્વાસ હતો કે તે કર્ણાટક રણજી ટીમ માટે રમવાનો છે. તે સારા રન બનાવવાની સાથે એક મજબૂત ઓલરાઉન્ડર હતો અને તે ભારતની અંડર 19 રાજીવ ગાંધી ટ્રોફીમાં તે કર્ણાટકનું પ્રતિનિધત્વ કરી ચુક્યો હતો. વિશાલ એ પણ ઉમેરે છે કે શહેર અને રાજ્ય સ્તરની ઘણી ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શને કારણે RCBની પસંદગી પેનલના સભ્યોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાતા આરસીબી સમર ક્રિકેટ કેમ્પમાં તે જોડાયો હતો.

એ દિવસને યાદ કરતા વિશાલ જણાવે છે કે “તે એક સામાન્ય દિવસ હતો અને પછી મને ધીમે ધીમે તાવ આવવા લાગ્યો. મારી ત્વચા પર નાના લાલ ફોડલીઓ દેખાવા લાગ્યા. આમાંના કેટલીક લોહીના ગંઠાવા જેવા દેખાતી હતી અને મારા માતાપિતા મને નજીકના ક્લિનિકમાં લઈ ગયા. બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,”.મને બોન મેરો ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું અને તેનાથી સામે આવ્યું કે આ એક્યુટ પ્રોમીલોસાયટીક લ્યુકેમિયા (APML)ના લક્ષણો છે.

ઘરે એકઠી થઇ ભીડ

હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વાત કરતાં કરતાં વિશાલ જણાવે છે કે “આ વાત અમારા બધા માટે આઘાતજનક હતી. તેણે માત્ર મારા ક્રિકેટના સપનાં જ નહીં પણ મારી કોલેજને પણ અસર કરી હતી અને હકીકતમાં આ સારવાર અમારી નાણાકીય સ્થિરતાને ગંભીર અસર કરવાની હતી”

વિશાલ બી.કોમ.ના બીજા વર્ષમાં હતો ત્યારે તેને કેન્સર હોવાનું સામે આવ્યું હતું જ્યારે તેનો નાનો ભાઈ શાળામાં ભણતો હતો. તેમના પિતા પ્રતાપ બલ્લાલ ખાનગી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેમની માતા સુજાતા બલ્લાલ એક ખાનગી શાળામાં વહીવટી સ્ટાફ તરીકે નોકરી કરતા હતા.

વિશાલ કહ્યું કે, “જ્યારે મને કેન્સર વિશે જાણ થઇ ત્યારે હું ક્લબ ક્રિકેટના સર્કલની બહાર મારી એક છાપ બનાવવાની આશામાં નિયમિતપણે RCB દ્વારા આયોજિત જુનિયર કેમ્પમાં હાજરી આપતો હતો.”

તેની સારવાર તરત જ શરૂ થઈ, અને વિશાલને યાદ છે કે તેનું શરીર સારવારની પ્રક્રિયા સાથે એડજસ્ટ કરવા માટે મહેનત કરી રહ્યું હતું. દર ત્રણ મહિને કિમોથેરાપીની સાઇકલ દ્વારા તેના શરીરનું લોહી બદલવામાં આવતું હતું.

વિશાલ જણાવે છે કે “તે મારા જીવનનો સૌથી અંધકારમય સમય હતો, પથારીમાં રહીને હું મારા માતાપિતાના ચહેરા પર ઉદાસી અને ડર અનુભવતો હતો પરંતુ અમે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે અમે એક ટીમ તરીકે આ સ્થિતિ સાથે મળીને લડીશું,”

વિશાલ ઉમેરે છે કે, “અમારા પરિવારને મદદ કરનારા ઘણા લોકો હતા જેમકે સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો. મારા પિતાએ તેમની નોકરી બદલવી પડી પરંતુ અમે વ્યવસ્થા કરી. મારા કૉલેજના મિત્રો અમારા ઘરે આવીને બેસતા અને અમે કૉલેજમાં જેમ મજાક મસ્તી કરતા અને વાતો કરતા. હું માત્ર મારા પલંગ પર સૂતો હતો અને તેમને સાંભળતો હતો,”

રિકવરી, ફોર્મ જાળવવું અને હોટલમાંથી કોઈ ચટણી ન ખાવી

વિશાલની સારવાર બે વર્ષથી વધુ ચાલી હતી. તેને ઓછામાં ઓછા છ મહિના રક્ત બદલવામાં આવ્યું અને કીમોથેરાપીના નવ સ્ટેજમાંથી પસાર થવું પડ્યું. વિશાલે 2019 ના અંત સુધીમાં કેન્સરને હરાવવાનું શરૂ કર્યું અને આખરે તેણે કેન્સરને હરાવ્યું આ જાણીને તેનો આખો પરિવાર ખુશ હતો.

તબીબો સાથે ચર્ચા કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે તે ખરેખર કેન્સર સર્વાઈવર છે અને તેની પાછળથી સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે વિશાલે જોગિંગ અને વર્કઆઉટને વહેલી સવારની દિનચર્યામાં ફરીથી શરુ કર્યા.

વિશાલ કહે છે, “હું વધારે મહેનત કરતો નથી પણ હું ધીમે ધીમે મારી તાકાત વધારી રહ્યો છું.” તેની માતા સુજાતા પણ આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે વિશાલને મેદાન પર પાછા આવવાનું પસંદ છે. તેઓ એમ પણ જણાવે કરે છે કે ક્રિકેટ અને રાજકીય સર્કલમાં પૈસા અને પ્રભાવ વિના ટોચની પસંદગીની યાદીમાં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું. જો કે અત્યારે વિશાલે એક પ્રાઈવેટ ફર્મના એકાઉન્ટ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેન્સર સર્વાઈવર તરીકે તેમનું જીવન તેમના પહેલાના પ્રમાણમાં કેટલું સામાન્ય થયું છે, ત્યારે વિશાલ કહે છે કે તે લગભગ ત્યાં પહોંચી રહ્યો છે. વિશાલ અમુક બાબતો પ્રત્યે ખૂબ જ સાવધ છે. તે કહે છે કે કેન્સર સર્વાઈવર બનવું ઘણી બધી જવાબદારીઓ સાથે આવે છે.

તેણે બહારનો ખોરાક ખાવાનું લગભગ બંધ કરી દીધું છે. “અમે ક્યાંક જઈએ તો ઉકેલા પાણીનો આગ્રહ રાખીએ છીએ. મોટાભાગની ખાદ્ય વસ્તુઓમાં ચટણી સિવાય બાફેલા અથવા ગરમ પાણીનો ઉપયોગ થાય છે. ચટણીમાં અમને ખબર નથી કે તેમાં કેવું પાણી વપરાયું છે અને તે ન તો યોગ્ય રીતે ગરમ કે ઉકાળવામાં આવે છે.” વિશાલ જણાવે છે.

“વહેલી રોગની ઓળખ અને વિશાલની ઈચ્છાશક્તિએ તેને બચાવ્યો”

“જેમ કે હાર્ટ એટેક પીડિતો માટે ગોલ્ડન અવર નિર્ણાયક છે, તેવી જ રીતે APML ધરાવતા લોકો માટે સ્થિતિ સેટ થાય તે પહેલાં પ્રારંભિક નિદાન નિર્ણાયક છે. ” ડૉ. સતીશ કુમાર, કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ, મણિપાલ હોસ્પિટલ, યશવંતપુર, બેંગલુરુ કહે છે કે APML એ એક્યુટ માયલોઇડ લ્યુકીમિયા (AML)નું દુર્લભ સબવેરિયન્ટ છે. તે એવી સ્થિતિ છે જ્યાં શ્વેત રક્ત કોશિકાઓ અસ્થિ મજ્જામાં એકઠા થાય છે અને સમગ્ર શરીરને અસર કરે છે.

“APML માત્ર દુર્લભ નથી પણ એએમએલનો ખૂબ જ આક્રમક પ્રકાર પણ છે પરંતુ વ્યંગાત્મક રીતે, ક્લિનિકલ હિસ્ટ્રી મુજબ, જો આપણે વહેલી સારવાર શરૂ કરીએ તો તે સૌથી વધુ સાધ્ય પણ છે, ”ડૉ સતીશ કુમાર કહે છે.

ડૉ. સતીશ કુમાર એવું જણાવે છે કે કેવી રીતે સારવાર દરમિયાન વિશાલ બે દિવસ કોમામાં સરી ગયો હતો જેના કારણે તેઓ ચિંતિત હતા “પરંતુ તે પાછો ફર્યો અને હવે તે દર વર્ષે તેની તપાસ કરવા આવે છે.”

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.