728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

આંતરડાનું કેન્સર: લેટિન ડાન્સર તેની દિનચર્યામાં આગળ વધે છે
3

આંતરડાનું કેન્સર: લેટિન ડાન્સર તેની દિનચર્યામાં આગળ વધે છે

લેટિન ડાન્સર નેસ્ટર મેન્યુલિયનને કહેવામાં આવ્યું હતું કે આંતરડાના કેન્સરને કારણે તે જૂન 2022 સુધી જ જીવતો રહી શકશે, પરંતુ તેના પોઝીટિવ એટિટ્યુડના કારણે તે આજે પણ અડીખમ ઉભો છે.

ડાન્સર્સને ઉડવા માટે પાંખોની જરૂર હોતી નથી. ઓસ્ટ્રેલિયન લેટિન ડાન્સર નેસ્ટર મેન્યુલિયન એ આ વાત સાબિત કરી છે. તે બે વર્ષથી યકૃતમાં મેટાસ્ટેસિસ સાથે ચોથા સ્ટેજના આંતરડાના કેન્સર સામે લડી રહ્યો છે. એક પોઝીટિવ અને ઉત્સાહી વ્યક્તિ તરીકે તે દરરોજ રાત્રે ડાન્સ કરીને તે પોતાની જાતને જીવતી રાખે છે.

તેના ઑન્કોલોજિસ્ટએ તેને કહ્યું હતું કે ગયા જૂનમાં તેનું મૃત્યુ થશે, જો કે મેન્યુલિયને આ વાતને માની ન લેવાનું નક્કી કર્યું. ધીરજ અને અડગ નિશ્ચય સાથે તેણે આંતરડાના કેન્સર સામેની લડાઈ લડવાનું ચાલુ રાખ્યું. સાથે જ તે ભૂતકાળ વિશે વિચારવાને બદલે ભવિષ્ય તરફ આગળ વધવામાં માને છે. તે કહે છે, “હું 15 વર્ષથી ડાન્સ કરું છું અને લેટિન ડાન્સ સ્કૂલ ચલાવું છું. હું બીજા 20 વર્ષ સુધી આમ કરવાની યોજના રાખું છું.

હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વાત કરતાં, 48 વર્ષીય મેન્યુલિય કહે છે, “જો મેં મારી એક્સપાયરી ડેટ સ્વીકારી લીધી હોત કે જે ગયા જૂનની તારીખ હતી તો કદાચ હું હિંમત હારી ચુક્યો હોત. મેં મારા જીવનને તેમાંથી પસાર કરવાનું પસંદ કર્યું. મેં મારું જીવન એક પોઝીટિવ નોટ પર જીવવાનું ચાલુ રાખવાનું પસંદ કર્યું અને મને દરેક વસ્તુમાંથી મહત્તમ લાભ મળ્યો. લોકોએ ખરેખર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી હંમેશા તમને સારા પરિણામો મેળશે.”

તે માને છે કે કેન્સર એક રેસ છે અને આપણે તેમાં દોડતા રહેવાની જરૂર છે. જે ક્ષણે આપણે દોડવાનું બંધ કરીએ છીએ, તે જ ક્ષણે રોગ આપણા પર હાવી થઇ જાય છે. તે વધુમાં જણાવે છે કે, “આપણે આ રેસમાં દોડવા માટે ખાવું જોઇએ, કસરત કરવી જોઇએ, આપણા મનને વ્યસ્ત રાખવું જોઇએ, આપણ લક્ષ્યો નક્કી કરવા અને આપણી જાતને આગળ વધારવી જોઇએ અને ક્યારેય પાછળ વળીને જોવાનું નથી. જે ક્ષણે આપણે પાછળ ફરીએ છીએ અથવા પોતાના માટે ખરાબ અનુભવીએ છીએ, ત્યારે આ કેન્સર ગંભીર સ્વરૂપ લઇ લે છે.” અને તે જણાવે છે કે તે આ રેસમાં દોડવાનું બંધ કરવાનો તેનો કોઇ જ પ્લાન નથી

કેન્સરની ઓળખ

કોવિડને કારણે આખા વિશ્વમાં લોકડાઉન થઈ ગયું હતું તે પછી જ ઑગસ્ટ 2020માં મેન્યુલિયનને આંતરડાના કેન્સર હોવાની જાણ થઇ હતી. તે વધુમાં જણાવે છે કે “શરૂઆતના લક્ષણોમાં મુખ્યત્વે જ્યારે હું શૌચાલય જતો ત્યારે તેમાં લોહી જોવા મળતું હતું. કેન્સરની ઓળખ થઇ તેના થોડાં વર્ષ પહેલાં, મને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મને ડાઇવર્ટિક્યુલોસિસ છે [જ્યારે આંતરડાની અંદરની દિવાલોમાં બલ્જીસ બનાવે છે]. તે એ લેવલ સુધી પહોંચી ગયું હતું જ્યાં મને ખરેખર પેટમાં દુખાવો હતો. હું હોસ્પિટલમાં ગયો, કેટલાક ટેસ્ટ કરાવ્યા અને ત્યારે જ મને ખબર પડી કે મને સ્ટેજ 4 આંતરડાનું કેન્સર છે,” .

લેટિન ડાન્સર અને કોમ્પેયર હોવાને કારણે તે હંમેશા ફિટ અને સ્વસ્થ રહેતો હતો પરંતુ કેન્સર કોઇનામાં ભેદભાવ કરતું નથી અને તે કોઈને પણ, ગમે ત્યારે થઇ શકે છે. તે વધુમાં જણાવે છે કે, “મારી પાસે ખૂબ જ એથલેટિક શારીરિક છે. મેં હંમેશા સંતુલિત ભોજન લીધું, મોટે ભાગે મીટ અને શાકભાજી. મને ખરેખર ખબર નથી કે આંતરડાના કેન્સર થવાનું ખરેખર કારણ શું છે.”.

કેન્સરની સારવાર

પ્રારંભિક સારવારમાં એક સર્જરીનો સમાવેશ થાય છે જેમાં તેના આંતરડાનો એક તૃતીયાંશ ભાગ, 45 ગાંઠ અને તેના લીવરનો ત્રીજો ભાગ દૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે કીમોથેરાપી શરૂ કરી, જે છ મહિના ચાલી. આ બાદ તેને કેન્સરમાંથી એક બ્રેક મળ્યો, પરંતુ માત્ર 3 મહિના પછી ફરીથી કેન્સર સામે આવ્યું થયો. વધુમાં જણાવતા મેન્યુલિયનએ કહ્યું કે, “સારવારમાં સર્જરી અને કીમોથેરાપીના સેશન્સ હતા. બાદમાં લિવરમાં ફરીથી વિવિધ ગાંઠો થઈ. મારા ઓપરેશન બાદ, છ મહિના સુધી કીમોથેરાપી લીધા પછી. એક-બે ગાંઠ સિવાય તમામ ગાંઠમાંથી છુટકારો મેળ્યો હતો. તે સમયે તે મારા પર અસર કરી શકે તેટલી નાની હતી.” .

આ ગાંઠમાંથી છુટકારો મેળવવા માટે તેણે ત્રણ મહિના માટે ફરીથી કીમોથેરાપી શરૂ કરી.

ડાન્સે તેને જીવાડ્યો

તે કહે છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ તેને નિરાશ નહીં કરી શકે, કેન્સર પણ નહીં. આંતરડાના કેન્સર માટે કીમોથેરાપી અને સર્જરી કરાવતી વખતે તેણે ક્યારેય ડાન્સ કરવાનું, સ્પર્ધામાં ભાગ લેવાનું અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગિગ્સ માટે મુસાફરી કરવાનું બંધ કર્યું ન હતું. તેણે એવું પણ જણાવ્યું કે, “હું મારી જાતને સતત પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું હતું કે હું કસરત માટે બોક્સિંગ કરું છું. હું હજી પણ ડાન્સ કરું છું. મને લાગે છે કે તેથી જ હું કીમોથેરાપી અને સર્જરી પછી ઝડપથી સાજો થઈ શક્યો છું.”

તે ભારપૂર્વક જણાવે છે કે તે નૃત્ય કરવાનું બંધ નહીં કરે. “મને આ કીમોથેરાપીઓ અને સર્જરીઓ આપવામાં આવી રહી હોવા છતાં, હું ધ્યાન રાખું છું કે હું ડાન્સ કરવાનું, ફરવાનું બંધ ન કરું કે ખાવાનું બંધ ન કરું. હું હંમેશા માથું ઊંચું રાખું છું અને આગળ જોઉં છું.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.