728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

એસીમાં સુવાથી થઇ શકે છે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ
15

એસીમાં સુવાથી થઇ શકે છે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ

સૂતી વખતે લાંબા સમય સુધી AC ચાલુ રાખવાથી તમને થાક, ચીડિયાપણું અને ડિહાઇડ્રેટેડેશન લાગે છે જ્યારે થોડા સમય માટે એર-કન્ડિશન્ડ ઉપયોગ આ તકલીફોથી દૂર રહેવામાં મદદ કરી શકે છે

Sleeping in AC can cause health issues

વધતા ગરમીના પારા અને હીટવેવના કારણે ઉનાળાની ગરમીમાં રાત્રે આરામથી સુવું મુશ્કેલ બની શકે છે. આથી ઘણા લોકો રાત્રે સુતી વખતે એર કન્ડીશનરને (AC) ચાલુ કરે છે અને ઠંડા ઠંડા રુમમાં આરામથી સુઇ જાય છે. નિષ્ણાંતો લાંબો સમય એ.સી.માં સુવાથી થતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે જેમકે ઊંઘની પેટર્નમાં ફેરફાર, શ્વાસ લેવામાં તકલીફ, ડ્રાય સ્કીન અથવા ઉધરસ. લાંબા સમય સુધી ACમાં સૂવાથી બાળકો અને પુખ્ત વયના લોકો બંનેના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

ACમાં સૂવાની સ્વાસ્થ્ય પર અસર

 ડ્રાય સ્કીન અને આંખો

AC હવામાંથી ભેજ દૂર કરે છે અને વાતાવરણમાં હ્યુમિડીટી ઓછી કરે છે. બેંગ્લોરના જનરલ ફિઝિશિયન અને ડાયાબેટોલોજિસ્ટ ડૉ. હલીમા યેઝદાની જણાવે છે કે, ખાસ કરીને 8 કલાક કે તેથી વધુ સમય સુધી ACમાં રહેવાથી, તમારી ત્વચા ડ્રાય થઇ જાય છે. વધુમાં, ડ્રાય હવા તમારી આંખોને સુકાઈ ગયેલી અને તીક્ષ્ણ લાગે છે, અગવડતા અને સંભવિત આંખના તાણની સંભાવનાને વધારી શકે છે.

શ્વસન સંબંધિત સમસ્યાઓ

ACથી રૂમની યોગ્ય ઠંડકની જળવાય તેના માટે,વ્યક્તિએ બધા દરવાજા અને બારીઓ બંધ કરવા પડે છે. અપૂરતા વેન્ટિલેશન અને સતત એર કન્ડીશનિંગના કારણે રૂમ સ્થિર હવાથી ભરેલો રહે છે. યેઝદાની કહે છે, ” યોગ્ય વેન્ટિલેશન તાજી હવાના પરિભ્રમણ, ધૂળ અને એલર્જન જેવા ઇન્ડોર પ્રદૂષકોને દૂર કરેછે જે બંધ જગ્યાઓમાં એકઠા થઈ શકે છે.” જેમ જેમ તમે AC વાળા રૂમમાં આખી રાત સૂઈ જાઓ છો, ત્યારે તેમાં રહેલી સ્થિર હવા આ પ્રદૂષકોના નિર્માણ થવાનું કારણ બને છે, જેના કારણે ઘરની અંદરની હવાની ગુણવત્તા ખરાબ થાય છે અને શ્વસનમાં બળતરા, એલર્જી અને અસ્થમાના જેવા લક્ષણો જોવા મળે છે અને વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ કરવો પડે છે.વધુમાં, ભેજ મર્યાદિત હવામાં રહે છે, જેના કારણે મૉલ્ડ અને માઇલ્ડ્યુના થવાની શક્યતા વધે છે, જે શ્વસન સંબંધી સમસ્યાઓ વધારે છે અને ગંધનું કારણ બની શકે છે.

સૂકી ઉધરસ

ACની સુકી હવા શ્વસન તંત્રમાં બળતરા ઉત્પન્ન કરી શકે છે જેના કારણે સતત સૂકી ઉઘરસ આવી છે. યેઝદાની જણાવે છે કે,“હવામાં ભેજ ઓછો થવાના કારણે ગળા અને વાયુમાર્ગમાં મ્યુકસ મેમ્બ્રેનસ થઇ શકે છે જેના કારણે બળતરા થઇ શકે છે” સુતી વખતે લાંબો સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી ગળામાં બળતરા થવાની અને અવાજ બેસી જવાની શક્યતા રહે છે.

કાનનું ઇન્ફેક્શન અથવા બ્લોક થવું

યેઝદાની જણાવે છે કે એ.સી.માંથી આવતી ઠંડી હવા સીધા કાનના સંપર્કમાં આવે છે જે કાનમાં અસુવિધા અને દુખાવાનું કારણ બની શકે છે. તેઓ આગળ જણાવે છે કે તાપમાનમાં અચાનક પરિવર્તન આવવાના કારણે યૂસ્ટેશિયન ટ્યુબ કે જે મધ્ય કાનને ગળાના પાછળના ભાગમાં જોડે છે તે સંકોચાઇ જાય છે અથવા અવરોધાય છે. જેના કારણે કાન ભરાયેલો હોય અથવા તેના પર પ્રેશર હોય તેવો અનુભવ થાય છે.

થાક લાગવો

ઠંડા અને ડ્રાય વાતાવરણના કારણે સુતી વખતે ઊંઘની ગુણવત્તાને અસર થઇ શકે છે જેના કારણે લોકોને સામાન્ય રીતે થાક અથવા અસ્વસ્થતા અનુભવાય છે પછી ભલેને તે વ્યક્તિ આખી રાત સુતો કેમ ન હોય. જેના કારણે બીજા દિવસે તેની પ્રૉડક્ટિવિટી પર તેની અસર જોવા મળે છે.

શરીરના મૂળ તાપમાનને અસર થવી

યેઝદાની જણાવે છે કે એસીમાં સૂવાથી શરીર વધારે ઠંડુ થઇ જાય છે જેના કારણે તેના પ્રાકૃતિક તાપમાનને અસર થાય છે. સારી ઊંઘ માટે આરામદાયક રૂમની જરૂર હોય છે પણ જો રૂમ વધારે પડતો ઠંડો હોય તો હાઇપોથર્મિયા અથવા કોઇ વ્યક્તિના શરીરનું મૂળ તાપમાન ઓછું થઇ જાય છે. તેઓ વધુમાં જણાવે છે કે, આના કારણે વ્યક્તિને ધ્રૂજારી આવે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે તે પણ ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને જેમની ઇમ્યુનિટી ઓછી છે તેવા લોકો.

નાના બાળકો પર એસીનો પ્રભાવ

ત્રિવેન્દ્રમની એસપી. મેડિફોર્ટ હૉસ્પિટલના સિનિયર કંસલ્ટન્ટ પિડીયાટ્રીશિયન ડૉ. વિદ્યા કમલ જણાવે છે કે એસી બાળકો માટે સુરક્ષિત છે પણ તેનું તાપમાન નિયંત્રિત હોવું જોઇએ અને તેમના શરીરના તાપમાનને અનૂકુળ હોવું જોઇએ. તેઓ વધુમાં જણાવે છે કે, તમારા નવજાતને રુમમાં લાવતા પહેલા 20 મીનિટ પહેલાં એસી ચાલુ કરવું જોઇએ અને તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સીયસ હોવું જોઇએ.તેઓ વધુમાં જણાવે છે કે માતાપિતાએ ધ્યાન રાખવું જોઇએ કે બાળકોને સીધા જ ઠંડી હવાના સંપર્કમાં ન આવવા જોઇએ જેથી તેમને ઉઘરસ કે ન્યૂમોનિયા ન થાય.

કેટલાક બાળકોને ઠંડા વાતાવરણની પણ એલર્જી હોઇ શકે છે. આથી તેમને ઠંડા તાપમાનનમાં રાખવું અયોગ્ય છે. આ ઉપરાંચ ધૂળ અને અન્ય એલર્જીથી બચવા માટે એસીને નિયમિત અંતરાલે સાફ કરવું જોઇએ.

એસીવાળા રુમમાં સુવા શું કરવું જોઇએ?

યેઝદાની સલાહ આપે છે કે સુતી વખતે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઇએ જો કે વ્યક્તિની પોતાની પ્રાથમિકતાઓ અલગ અલગ હોઇ શકે છે. જો કે વધારે ગરમી હોય ત્યારે વ્યક્તિ ઓછું તાપમાન રાખવા માટે લલચાય છે અને તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે.

કેટલા સમય એસીનો ઉપયોગ કરવો જોઇએ ?

યેઝદાની જણાવે છે કે સેન્ટ્રલાઇઝ્ડ એસી વાળા સ્થળથી તો બચવાનો કોઇ ઉપાય નથી અને તે નેચરલ સ્લીપ પેર્ટનને અસર કરી શકે છે. યેઝદાની જણાવે છે કે ઊંઘમાં એસીનો ઉપયોગ એક થી બે ક્લાક જેટલો જ કરવો જોઇએ

 

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.