728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ખોળામાં લેપટોપ રાખવાથી શુક્રાણુઓને અસર થઈ શકે?
74

ખોળામાં લેપટોપ રાખવાથી શુક્રાણુઓને અસર થઈ શકે?

ડૉકટર્સ જણાવે છે કે લેપટોપને અંડકોશથી દૂર રાખવાથી અને ખોળામાં લેપટોપ રાખવાનો સમય ઘટાડવાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં થતી સમસ્યાઓથી બચી શકાય છે.

“લેપટોપ” નામ પોતાનામાં જ સૂચવે છે કે તેનો ઉપયોગ ખોળામાં કરી શકાય છે, તેથી ટેબલ અથવા ડેસ્કની જરૂર નથી. પરંતુ શું તેને ખોળામાં રાખવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટે છે કે તેની સીધી અસર પુરુષ પ્રજનન ક્ષમતા પર પડે છે? ચાલો જાણીએ કે લેપટોપનો ઉપયોગ પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યાને કેવી રીતે અસર કરે છે.

જર્નલ ઓફ બાયોમેડિકલ ફિઝિક્સ એન્ડ એન્જિનિયરિંગ (2016)માં લેપટોપનો ખોળામાં ઉપયોગ ન કરવા પાછળના મૂળ કારણો પર પ્રકાશ પાડતા એક લેખ જણાવે છે કે, “લેપટોપનો ઉપયોગ ખોળામાં કરવાથી પુરૂષના પ્રજનન સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. લેપટોપ ખોળામાં રાખવાથી તેમાંથી નિકળતી ગરમી પુરુષોના અંડકોષને ગરમ કરે છે, પરંતુ Wi-Fiનો ઉપયોગ કરવાથી લેપટોપની આંતરિક ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર રેડિયોફ્રીક્વન્સી રેડિયેશનના કારણે જોખમ ઉત્પન્ન કરે છે જેના કારણે શુક્રાણુની ગુણવત્તાને ઘટી શકે છે.

શું વધુ તાપમાન શુક્રાણુઓની સંખ્યાને અસર કરી શકે છે?

ડૉકટર્સ સલાહ આપે છે કે લેપટોપને ખોળામાં ન રાખવું જોઈએ જેથી તે લેપટોપ અને પુરુષોના સ્પર્મ કાઉન્ટ પર અસર ન કરે. મુંબઈની ઈનલોક હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. આશિષ તિવારી જણાવે છે કે,”પુરુષઓના અંડકોષની રચના એવી છે કે તે શરીરના સામાન્ય તાપમાન કરતાં ઓછું તાપમાન રાખવા માટે શરીરની બહાર કાઢવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં, શુક્રાણુનું ઉત્પાદન આશરે 93.2 °F (34°C) પર થાય છે. અંડકોષનું તાપમાન આશરે 98.6 °F (37 °C) છે. “તાપમાન 5.4 ડિગ્રી ફેરનહીટ (3 ડિગ્રી સેલ્સિયસ) ઓછું છે.”

અભ્યાસ: લેપટૉપ અને પુરુષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા

જર્નલ ફર્ટિલિટી એન્ડ સ્ટરિલિટી (2011) માં પ્રકાશિત થયેલા સંશોધનમાં માનવ શુક્રાણુ પર સ્થાનિક નેટવર્ક વાયરલેસ (Wi-Fi) સાથે જોડાયેલા લેપટોપ કમ્પ્યુટરની અસરનું પરિણામ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 29 તંદુરસ્ત દાતાઓ પાસેથી વીર્યના નમૂનાઓ લઈ, દરેક વ્યક્તિના નમૂનાઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એક ઈન્ટરનેટ-કનેક્ટેડ લેપટોપના સંપર્કમાં અને બીજો નિયંત્રિત વાતાવરણ, જે પરિસ્થિતિમાં લેપટોપના સંપર્કમાં ન આવ્યો. ચાર કલાક સુધી વાયરલેસ ઇન્ટરનેટ સાથે જોડાયેલા લેપટોપના સંપર્કમાં આવેલા નમૂનાઓમાં શુક્રાણુઓની ગતિશીલતામાં પ્રગતિશીલ ઘટાડો અને શુક્રાણુના ડીએનએ ફ્રેગમેન્ટેશનમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ બંને જૂથોમાં મૃત શુક્રાણુના સ્તરમાં કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. એક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે લેપટોપને અંડકોષની નજીક વાયરલેસ ઈન્ટરનેટ સાથે જોડવાથી પુરૂષની પ્રજનન ક્ષમતા ઘટી શકે છે.

શું તાપમાન શુક્રાણુની ગુણવત્તાને અસર કરે છે ?

કેટલાક નિષ્ણાતો, પુરુષ પ્રજનન ક્ષમતા પર લેપટોપની અસર વિશે અસંમત છે. લેપટોપનો ઉપયોગ પુરુષોની પ્રજનન ક્ષમતાને અસર કરે છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવે છે પરંતુ તે મોટાભાગે પાયાવિહોણા છે. મુંબઈની કેઈએમ હોસ્પિટલ અને સેઠ જીએસ મેડિકલ કોલેજના પ્રોફેસર, એચ.ઓ.ડી અને સેક્સોલોજીસ્ટ ડૉ. રાજન ભોસલે જણાવે છે કે, લેપટોપ દ્વારા ઉત્પન્ન થતી ગરમી એટલી નથી કે તેની અસર થઈ શકે.

ડૉ. તિવારી અનુસાર, લેપટૉપનો ઉપયોગ કરતી વખતે 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • લેપટોપને તમારા ખોળામાં રાખવાનું ટાળો
  • લેપટોપને અંડકોષના વિસ્તારથી દૂર રાખવું જોઈએ
  • જો તમે તેને તમારા ખોળામાં રાખીને ઉપયોગ કરી રહ્યાં છો તો તેવો સમય ઓછો કરવો વધુ સારું રહેશે.
  • તમારા ખોળામાં લેપટોપનો ઉપયોગ કરતી વખતે તમારા પગને અલગ રાખો.

ડૉ. ભોસલેના જણાવ્યા અનુસાર, જો તમારા ખોળામાં લેપટોપનો ઉપયોગ કરતી વખતે અગવડતાનો ડર હોય, તો તેની આડઅસર ઘટાડવા માટે લેપટોપ સ્ટેન્ડ, ઓશીકું અથવા ગાદીનો ઉપયોગ કરો. એવું કહેવાય છે કે ઠંડા પાણીથી સ્નાન કરવું અથવા અંડકોષ પર ઠંડુ પાણી લગાવવું વધુ સારું છે. કારણ કે તે અંડકોષનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. આ અંડકોષને વધુ શુક્રાણુ અને ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.