728X90

0

0

0

આ લેખમાં

Erectile Dysfunction: ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી ગભરાઓ નહીં ખૂબ સરળ છે સારવાર
1

Erectile Dysfunction: ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી ગભરાઓ નહીં ખૂબ સરળ છે સારવાર

ઈરેક્ટાઈલ ડિસફંક્શન શારિરીક અને માનસિક કારણોની સાથે સાથે હાઈબ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ધૂમ્રપાનને કારણે થઈ શકે છે.

ED અથવા ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત એક 55 વર્ષના વ્યક્તિ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા. તેણે જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી ઉત્થાન પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં ધીમે ધીમે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે તેઓ હાઈબ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ માટે દવા લેતા હતા અને દિવસમાં 10 સિગારેટ પણ પીતા હતા.

ડૉક્ટરે કૉલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ વ્યક્તિને ધૂમ્રપાન છોડવાની અને કસરત વધારવાની સલાહ આપી. ડૉક્ટરે તેમને હાઈપરટેન્શનની આયોજિત દવાની સારવાર અને યોગ્ય ડાયેટ ચાર્ટ સૂચવ્યો.

દવા અને કાઉન્સેલિંગ લેવા છતાં, તેને અનહેલ્થી લાઇફ સ્ટાઇલ બદલવા માટે મહેનત કરી પરંતુ જ્યારે તેને વધુ સારા માટે કેટલાક પરિણામો મળ્યા, ત્યારે તેણે ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું. પરિણામે ડૉકટર્સે ધીમે ધીમે તેની દવા ઘટાડી અને પોઝીટિવ ઇચ્છા શક્તિથી તેના ED (ઇરેક્ટાઇલ ડિસફંક્શન)ની સારવારમાં મદદ કરી.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન શું છે?

કેઈએમ હોસ્પિટલ અને સેઠ જી.એસ. મેડિકલ કોલેજ, મુંબઈના સેક્સ્યુઅલ મેડિસિન વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. રાજન ભોંસલે જણાવે છે કે, “ઈરેક્ટાઈલ ડિસફંક્શન એટલે સંભોગ માટે જરૂરી ઉત્થાન મેળવવા અથવા જાળવી રાખવા માટીની અસમર્થતા.” તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટેનો બીજો શબ્દ નપુંસકતા પણ છે. સાથે જ વંધ્યત્વ અને નપુંસકતા અલગ અલગ શબ્દો છે.

“તબીબી ભાષામાં આપણે નપુંસકતાને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહીએ છીએ. નપુંસકતા શબ્દને ઘણીવાર અપમાનજનક તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર ઇરેક્ટાઇલ ડિસફંક્શનએ કોઈ રોગ નથી. તે એક લક્ષણ છે જેમાં વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જેવા અન્ય પરિબળોનો સમાવેશ થાય છે. ED (ઇરેક્ટાઇલ ડિસફંક્શન) થઈ શકે છે જો વ્યક્તિ થાકેલી હોય, સ્ટ્રેસમાં હોય અથવા કોઈપણ પદાર્થના વધુ પડતા પ્રભાવ હેઠળ હોય.

કારણો શું છે ?

મુંબઈના મુલુંડમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ મનોચિકિત્સક અને સેક્સોલૉજીસ્ટ ડૉ. સંજય કુમાવત ઈરેક્ટાઈલ ડિસફંક્શન માટે નીચેના કારણોની યાદી આપે છે

  • સાયકોજેનિક: ED સ્ટ્રેસ, ચિંતા અને ડિપ્રેશનના કારણે થઇ શકે છે. તેની શરૂઆત અચાનક અને ગંભીર હોઈ શકે છે.
  • વેસ્ક્યુલર: ED (ઇરેક્ટાઇલ ડિસફંક્શન)એ એવી સ્થિતિ છે જેમાં શિશ્નને લોહી પહોંચાડતી પેનાઇલ રક્તવાહિનીઓમાં ક્ષતિ અથવા બ્લોક હોઇ શકે છે.
  • હોર્મોનલ: ટેસ્ટોસ્ટેરોન અને થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ અથવા અભાવ હોઇ શકે છે
  • ન્યુરોજેનિક: પેનાઇલ સ્નાયુઓને સપ્લાય કરતી ચેતાને કોઇ આઘાતજનક ઇજા થઇ હોય
  • મેટાબોલિક: ડાયાબિટીસ અને અન્ય સ્થિતિઓ જેવી કે હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર
  • વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપ ઇરેક્ટાઇલ ડિસફંક્શન લઇ જઇ શકે છે.

ધૂમ્રપાન પણ જોખમી પરિબળ છે. મુંબઈની મસીના હૉસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન ડૉ. સુલેમાન લધાણી કહે છે, “સિગારેટનું ધૂમ્રપાન સામાન્ય રીતે ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે સંકળાયેલું છે. તમે જેટલું વધુ ધૂમ્રપાન કરશો, તેટલી જ તમને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની શક્યતાઓ વધારે છે.”

 

ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટેની સારવાર

ED માટે સારવાર બિન – આક્રમક થી આક્રમક પદ્ધતિઓ સુધીની છે. હૈદરાબાદના કામિનેની હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડૉ. વિષ્ણુ વર્ધન રેડ્ડી કહે છે, “ઉપચારનો ઉદ્દેશ્ય મોટે ભાગે ઇરેક્ટાઇલ ફંક્શનને વધારી, સંપુર્ણ સ્વાસ્થ્ય સુધારીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.”

તેઓએ સારવારની આ સૂચિ આપી છે

  • સાઇકોથેરાપીઅને કાઉન્સિલિંગ : કાઉન્સેલિંગ સ્ટ્રેસફૂલ સ્થિતિઓને દૂર કરવામાં, મતભેદ અથવા હતાશાને દૂરમાં મદદ કરે છે.
    ટેસ્ટોસ્ટેરોન થેરાપી સૂચવવામાં આવે છે જ્યારે લોહીની તપાસ દરમિયાન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું જોવા મળે છે
  • પેનાઇલ ઇન્જેક્શન
  • ઇન્ટ્રાયુરેથ્રલ દવા : શિશ્નમાં લોહીના પ્રવાહને મદદ કરે છે
  • વેક્યૂમ ઈરેક્શન ડિવાઈસ
  • પેનાઇલ ટ્રાન્સપ્લાન્ટ: બે પ્રકારના કૃત્રિમ અંગ ઉપલબ્ધ છે: સખત અને લવચીક

ગંભીર આઘાતનો ઇતિહાસ ધરાવતા કેટલાક યુવાન પુરુષોમાં પેનાઇલ આર્ટરીઓને નુકસાન થાય છે તેના બાયપાસ કરવા માટે સર્જરી.
સખત ધમનીઓ ધરાવતા વૃદ્ધ પુરુષો માટે પેનાઇલ વેસ્ક્યુલર સર્જરીની ભલામણ કરવામાં આવતી નથી.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − four =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.